- કેનેડાના PM જસ્ટિન ટ્રુડો અને લેગૉલ્ટને મળી ધમકી
- ક્યૂબેક પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા
- શંકાસ્પદ વ્યક્તિ ઝડપાતાની સાથે કર્યો ગોળીબાર
કેનેડાના PM જસ્ટિન ટ્રુડો અને લેગૉલ્ટ સામે કથિત રીતે ધમકીઓ આપ્યા પછી ક્યૂબેક પોલીસ એક્શનમાં આવી હતી. ગણતરીની કલાકોમાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારીને હત્યા કરી હોનાની ઘટના સામે આવી છે. પ્રાંતીય પોલીસની ખાસ વ્યૂહાત્મક ટીમના સભ્યએ પ્રીમિયર ફ્રાન્કોઇસ લેગૉલ્ટ અને PM જસ્ટિન ટ્રુડોને ધમકી આપી હતી.
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને મળી ધમકી
કેનેડાના PM જસ્ટિન ટ્રુડો, લેગૉલ્ટ સામે કથિત રીતે ધમકીઓ આપ્યા બાદ ક્યૂબેક પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. મળતી માહિતી મુજબ પ્રાંતીય પોલીસ વ્યૂહાત્મક ટીમના સભ્યએ પ્રીમિયર ફ્રાન્કોઈસ લેગૉલ્ટ અને જસ્ટિન ટ્રુડોને ધમકી આપતા શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારીને ઠાર કર્યો છે. આ શંકાસ્પદ વ્યક્તિને ગોળી માર્યા બાદ ક્યૂબેક પોલીસ સર્વેલન્સ તપાસ હાથ ધરી છે.
ક્યૂબેક પોલીસે શંકાસ્પદ વ્યક્તિને કર્યો ઠાર
બ્યુરો ડેસ ઇન્ક્વાયર્સ ઇન્ડિપેન્ડેન્ટ્સ તરીકે ઓળખાતી એજન્સીએ જણાવ્યું હતું કે, મોન્ટ્રીયલથી લગભગ 180 કિલોમીટર પૂર્વમાં ક્વી.ના સ્કોટ્સટાઉનમાં એક ઘરમાં બુધવારે સવારે ધરપકડના પ્રયાસ દરમિયાન ગોળીબાર થયો હતો. BEI ના જણાવ્યા મુજબ શંકાસ્પદ વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેની હાલત સ્થિર છે. મોન્ટ્રીયલ પોલીસે બુધવારે મોડી રાત્રે પુષ્ટિ કરી હતી કે શંકાસ્પદ વ્યક્તિએ કથિત રીતે લેગોલ્ટ અને ટ્રુડોને ધમકીઓ આપી હતી.
આ સાથે લેગૉલ્ટના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે પરિસ્થિતિથી અમે પરિચીત છીએ. આવી ઘટના અમારી સામે વારંવાર આવતી હોય છે. પરંતું અમે ચૂંટાયેલા અધિકારીઓ સામેની તમામ ધમકીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે આ ધમકી ભર્યું વાતાવરણ ઉભૂં કરવું તે નીંદનિય છે. આવા શખ્સો સામે કાર્યવાહી થવું વધારે જરૂરી છે.