• કેનેડાના PM જસ્ટિન ટ્રુડો ભારત આવ્યાને લઇ થયા અનેક મતભેદ
  • માદક પદાર્થનું સેવન કરીને ભારત આવ્યાનો ટ્રુડો પર હતો આરોપ
  • ટ્રુડોએ માદક પદાર્થનું સેવન કર્યાના આરોપને કહ્યાં પાયાવિહોણા

ખાલિસ્તાનીઓને સુરક્ષા આપવાના કારણે એકલા પડી ગયેલા કેનેડાના PM જસ્ટિન ટ્રુડો હવે કહે છે કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. G20 સમિટમાં ભાગ લેવા માટે ટ્રુડો વિમાન દ્વારા દિલ્હી આવ્યા હતા તેવામાં  ટ્રુડોના કાર્યાલયે તેમના પ્લેનમાં કોકેઈન મળી આવ્યાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે. 

મળતી માહિતી મુજબ જસ્ટિન ટ્રુડોની કાર્યાલયે એવા આરોપોને પણ ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કેનેડાના PM કોકેઈનનું સેવન કરીને ભારત આવ્યા હતા. ટ્રુડોના કાર્યાલયે આ વાત કરતા કહ્યું હતું કે, આ વાત તદ્દન ખોટી છે. આ વાત મીડિયા સામે કેવી રીતે આવી તે ચિંતાજનક છે. ભારતીય રાજદ્વારી દીપક વોહરાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે ટ્રુડો જી-20 સમિટ માટે ભારત આવ્યા ત્યારે તેમના પ્લેનમાં કોકેન મળી આવ્યું હતું અને તેઓ 2 દિવસ સુધી પોતાના રૂમમાં સેવન કરતા હતા. આ આરોપના કારણે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

તાજેતરમાં જ એક પૂર્વ ભારતીય રાજદ્વારીએ એક ટીવી ચેનલ પર કહ્યું હતું કે એવી 'વિશ્વસનીય અફવા' છે કે ટ્રુડોના વિમાનમાં કોકેન મળી આવ્યું હતું. પરંતુ કેનેડાના વડાપ્રધાનના કાર્યાલયે કહ્યું, "આ વાર્તા સંપૂર્ણપણે પાયાવિહોણી છે અને બતાવે છે કે કેવી રીતે ખોટી માહિતી મીડિયા આવી તેને લઇ અનેક અટકળો ઉભા થઇ રહ્યા છે. જોકે જસ્ટિન ટ્રુડોએ જૂન 2023માં કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. આ સમય દરમિયાન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓ સામેલ હોવાના 'વિશ્વસનીય પુરાવા' છે. ટ્રુડોના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ખાટાં થયા હતા અને આખરે સંબંધોમાં મિઠાશ ક્યારે આવશે તે હવે જોવું જ રહ્યું. જો કે બન્ને દેશના આર્થિક વ્યવહારમાં ભારે અસર જોવા મળી રહી છે.





  • Follow us on: