- નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથઃ જસ્ટિન ટ્રૂડો
- અઠવાડિયામાં પોલીસ સાથે 1-2 બેઠકો કરતો હતો નિજ્જર
- હત્યાના 1-2 દિવસ પહેલા જ બેઠક થઈ હતી અને 1-2 દિવસમાં બીજી બેઠક પણ હતી
કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કહ્યું કે ખાલિસ્તાની આંતકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ ચાલી રહી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ RCMP ની Homicide Investigation Team (IHIT) ની તરફથી કરાઈ રહી છે. એક રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે નિજ્જરની હત્યાના સંબંધમાં કરાયેલા તમામ રિપોર્ટની IHITને જાણ છે.
IHITના પ્રવક્તાએ કહ્યું કે હું IHITની તરફથી કરાયેલા ખાસ સબૂતો પર કંઈ પણ બોલવા માટે અસમર્થ છું. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવતા કહ્યું કે 18 જૂને નિજ્જરની હત્યાની પાછળ ભારત સરકારનો હાથ છે. ભારતે આરોપોને રાજકીય અને વ્યર્થ ગણાવીને ફગાવી દીધા હતા.
પોલીસને મળતો હતો નિજ્જર
IHITની તરફથી સામે આવેલી માહિતી અનુસાર પોલીસે સબૂતોના આધારે તે વિસ્તારની તપાસ કરી લીધી છે. કેટલાક વીડિયો પણ મળ્યા છે. આ સાથે જ નિજ્જરના દીકરા બલરાજ નિજ્જરે કહ્યું કે તેમના પિતાની કેનેડાઈ સુરક્ષા ખાનગી સેવાના અધિકારીઓ સાથે અઠવાડિયામાં 1-2 બેઠક થતી હતી. તેમાં 18 જૂને થયેલી હત્યાના 1-2 દિવસ પહેલા બેઠક થઈ હતી અને 2 દિવસ બાદ ફરી એક બેઠક થવાની હતી.
બ્રિટિશ કોલંબિયાના સરેમાં થઈ હતી નિજ્જરની હત્યા
ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ નિજ્જરની 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં હત્યા કરી દેવામાં આવી હતી. ભારતે નિજ્જરને 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શિખ ગુરુદ્વારા સાહિબના પાર્કિંગમાં તેની હત્યા કરાઈ હતી. હવે આ વાતને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે જૂનમાં થયેલી હત્યા સાથે સિક્યોરિટી કેમેરાના ફૂટેજને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે.