- તુર્કીના રાષ્ટ્રપતિએ ગાઝાના માનવ અધિકારી યાદ કરાવ્યા
- વિજળી અને પાણી પુરવઠો કોઈ કેવી રીતે બંધ કરી શકે
- ઈઝરાયલે કહ્યું, અમારા અધિકારોનું શું ?
ઈઝરાયલ પર હમાસ દ્વારા 6 ઓક્ટોબરે થયેલા હુમલાને તેમના દેશ પરના 75 વર્ષના ઈતિહાસનો સૌથી ભયાનક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં મૃત્યુઆંક 900ને પાર થઈ ગયો છે, જ્યારે ગાઝામાં અત્યાર સુધીમાં 765 લોકો માર્યા ગયા છે. આ પછી હુમલાનો જવાબ આપતા ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં મોટાપાયે વિનાશ કર્યો છે. આ વચ્ચે હવે તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને ગાઝાના માનવ અધિકાર અંગે વાત કરી છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને કહ્યું કે ગાઝામાં વીજળી, ખોરાક અને પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. આ કેવા પ્રકારનો માનવ અધિકાર છે? એર્દોગને કહ્યું, ગાઝામાં અત્યારે પાણીનો પુરવઠો નથી. આ કેવો માનવ અધિકાર છે? વીજળી પૂરી પાડવામાં આવી રહી નથી. આ કેવો માનવ અધિકાર છે? માનવ અધિકારના સાર્વત્રિક ઘોષણામાં તમે પાણી પુરવઠો કાપી શકતા નથી. તેમજ તમે જરૂરી ઊર્જાના સ્ત્રોત બંધ કરી શકતા નથી.
અમારા અધિકારની વાત કેમ કોઈ કરી રહ્યું નથી ?
જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિએ ગાઝામાં માનવ અધિકારની યાદ અપાવ્યા બાદ ઈઝરાયલે જવાબ આપતાં પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈઝરાયલે એર્દોગનને પૂછ્યું, અમારા અધિકારોનું શું? જે પ્રમાણે અમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેની કોઈ કેમ વાત કરી રહ્યું નથી ?
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલને અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાએ સૌથી પહેલા આગળ આવીને પોતાના ખતરનાક હથિયારો અને દારૂગોળો અને સૈનિકો ઈઝરાયેલ મોકલ્યા. અમેરિકન દારૂગોળોથી સજ્જ વિમાનો અને ગેરાલ્ડ આર ફોર્ડ યુદ્ધ જહાજો ઇઝરાયેલની નજીક પહોંચી ગયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હથિયારો લઈ જનારા આ અમેરિકન એરક્રાફ્ટમાં ખૂબ જ હાઈટેક દારૂગોળો છે.
સેનાએ હ્યુમન રાઈટસને સાથે રાખી કરી તપાસ
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે તેની સેનાએ ગાઝાને અડીને આવેલા તમામ વિસ્તારોને પાછા લઈ લીધા છે. જ્યાં હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને કબજો જમાવ્યો હતો. બીજી તરફ ગોલાન હાઇટ્સ વિસ્તારમાં રોકેટ છોડ્યા બાદ ઇઝરાયલની સેનાએ પણ સીરિયા પર ગોળીબાર કર્યો હતો. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, ઈઝરાયલ પર સીરિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ ખુલ્લા સ્થળોએ પડ્યા હતા. ઈઝરાયલની સેનાએ આ માટે કોઈ સંગઠનને જવાબદાર ઠેરવ્યું નથી. જોકે, સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે પેલેસ્ટાઈન જૂથે સીરિયન પ્રદેશમાંથી રોકેટ હુમલો કર્યો હતો. આ પહેલા હિઝબુલ્લાએ સીરિયાથી ઉત્તરી ઈઝરાયેલ પર હુમલાની જવાબદારી લીધી હતી.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું આ યુદ્ધ હમાસના હુમલાથી શરૂ થયું હતું. હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા. આ સિવાય હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને નિઃશસ્ત્ર ઈઝરાયલીઓ પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 1200 લોકોના મોત થયા છે. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલ હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલામાં 900 પેલેસ્ટાઈનના મોત થયા છે. જેમાં 260 બાળકો અને 200 મહિલાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, 4,250 લોકો ઘાયલ થયા છે.