• અમેરિકાનાં રાષ્ટ્રપતિએ હમાસ સામેનાં યુદ્ધમાં ઈઝરાયેલનું કર્યુ સમર્થન

  • હોસ્પિટલ પર હુમલાને લઈ બિડેને ઈઝરાયેલને આપી ક્લીનચીટ
  • ગાઝા હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટથી ખૂબ જ દુઃખી છે જો બિડેન

યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલને સમર્થન આપ્યુ હતું. અમેરિકન પ્રમુખે ઈઝરાયેલની હિંમત, પ્રતિબદ્ધતા અને બહાદુરીની પ્રશંસા કરી હતી.

ઈઝરાયેલનાં લોકો પર ગર્વ

અમેરિકાનાં રાષ્ટ્રપતિએ તેલ અવીવની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ઇઝરાયલીઓને એક સંદેશમાં જણાવ્યું હતું કે ''ઈઝરાયેલનાં લોકોની હિંમત, પ્રતિબદ્ધતા અને બહાદુરી અદભૂત છે. પોતે અહીં આવવાનો ગર્વ અનુભવી રહ્યા છે."

ઈઝરાયેલને ક્લીનચીટ

અમેરિકી રાષ્ટ્રપતિએ ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં વિસ્ફોટ મામલે કહ્યું હતું કે આ હુમલો ઈઝરાયેલ નહીં પણ ગાઝાનાં આતંકવાદી જૂથો દ્વારા થયો હોવાનું જણાય છે. તેમણે જણાવ્યું હતું કે "ગાઝા હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટથી પોતે ખૂબ જ દુઃખી અને ગુસ્સામાં છે.

ભારતીય દૂતાવાસનું નિવેદન

ભારતમાં ઇઝરાયેલના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અલ જઝીરાના પ્રસારણમાં ઇસ્લામિક જિહાદે એક રોકેટ લોન્ચ કર્યું હતું જે મિસફાયર થયું હતું અને ગાઝાની એક હોસ્પિટલમાં અથડાયું હતું જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.

યુએસનું સ્ટેન્ડ

બિડેને ઈઝરાયેલનાં પ્રમુખ નેતન્યાહુને કહ્યું હતું કે "પોતે અહીં એક સરળ કારણસર આવવા માંગતા હતાં. તેઓ ઇઝરાયેલ અને વિશ્વના લોકોને જણાવવા માંગે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ક્યાં છે. આ મામલે પોતાનો મત વ્યક્તિગત રીતે આવીને તે સ્પષ્ટ કરવા માંગતા હતાં."

નાગરિકો માટે સંવેદના

બિડેને ભારપૂર્વક જણાવ્યું હતું કે ''આતંકવાદી જૂથ હમાસે 1,300 થી વધુ લોકોની હત્યા કરી હતી જેમાં 31 અમેરિકનોનો સમાવેશ થાય છે. તેમણે બાળકો સહિત સંખ્યાબંધ લોકોને બંધક બનાવ્યા છે. બિડેને નેતન્યાહુને કહ્યું હતું કે કલ્પના કરો કે તે બાળકો શું વિચારી રહ્યા હશે? તેઓ શું વિચારી રહ્યા હતા તેની કલ્પના કરવી મારી સમજની બહાર છે. તેમણે જણાવ્યું હતું કે હમાસે જે દુષ્કૃત્યો અને અત્યાચારો કર્યા છે તે ISISને વધુ તર્કસંગત બનાવે છે.''

 

  • Follow us on: