- અરબ નેતાઓ સાથેનું બાઈડેનનું શિખર સંમેલન રદ્દ થયું
- મેં જોર્ડન અને ઇઝરાયલના નેતાઓ સાથે વાત કરીઃ બાઇડન
- બંને દેશોને આ ઘટનાની જાણકારી એકઠી કરવા કહ્યુઃ બાઇડન
બાઇડનઇઝરાયલને સમર્થન દર્શાવવા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન ઇઝરાયલ પહોંચ્યા છે. આ દરમિયાન ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે મંગળવારે ગાઝા પટ્ટીમાં અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા હતા જેના પર બાઇડને દુઃખ વ્યક્ત કર્યું હતું. હુમલા બાદ અરબ નેતાઓ સાથેનું બાઈડેનનું શિખર સંમેલન રદ્દ થયું છે.
બાઇડને કહ્યું હતું કે, મેં જોર્ડન અને ઇઝરાયલના નેતાઓ સાથે વાત કરી છે સાથે જ બંને દેશોને આ ઘટનાની જાણકારી એકઠી કરવા કહ્યુ છે. બાઇડન ઇઝરાયલ પ્રવાસની સાથે અરબ નેતાઓને મળવાના હતા પરંતું હોસ્પિટલ પર મોટો હુમલો થતાં અરબ નેતાઓ સાથેનું જોર્ડને શિખર સંમેલન રદ્દ હતું.
અમેરિકા ઇઝરાયેલની સાથે ઉભું
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેન ઈઝરાયેલ સાથે અમેરિકાની એકતા દર્શાવશે. બ્લિંકને કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકા ઇઝરાયેલની સાથે ઉભું છે અને ઇઝરાયેલને હમાસ અને અન્ય આતંકવાદીઓથી પોતાના લોકોને બચાવવા અને ભવિષ્યમાં થતા હુમલાઓને રોકવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ ફરી એકવાર તેમની મુલાકાતથી સ્પષ્ટ કરશે.
અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કે બાઈડેન તેમની મુલાકાત દ્વારા સ્પષ્ટ સંદેશ આપશે કે જે પણ આ કટોકટીનો ફાયદો ઉઠાવીને ઈઝરાયેલ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમ ન કરવું જોઈએ.
ઇઝરાયેલની જેલમાં રહેલા પેલેસ્ટાઈનીઓને મુક્ત કરવા જોઈએઃ હમાસ
સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા દેશોએ હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિ માટે હમાસને અપીલ કરી હતી. હમાસના એક નેતાએ સોમવારે કહ્યું કે તે વિદેશી બંધકોને મુક્ત કરવા માટે તૈયાર છે, પરંતુ આ માટે ઈઝરાયેલની જેલમાં બંધ તમામ પેલેસ્ટાઈનીઓને મુક્ત કરવા જોઈએ.
તમને જણાવી દઈએ કે, ઇઝરાયેલની સેનાએ સોમવારે રાત્રે લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો હતો. IDFએ કહ્યું હતું કે જ્યારથી હમાસ પર હુમલો શરૂ થયો ત્યારથી લેબનોનથી બોમ્બ ધડાકા શરૂ થઈ ગયા હતા. ત્યારે હવે યુદ્ધ ઘેરૂ બનતા રાષ્ટ્રપતિ બાઈડેન આજે ઈઝરાયેલ પહોંચી ગયા છે.