અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે એક મોટી વિમાન દુર્ઘટના બની છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન હવામાં જ એક હેલિકોપ્ટર સાથે અથડાયું. આ ટક્કર પછી, વિમાન અને હેલિકોપ્ટર બંને તૂટી ગયા અને નદીમાં પડી ગયા.  આ વિમાન વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરવાનું હતું. આ વિમાન અમેરિકન શહેર કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. તે કેનેડા એરનું વિમાન હતું.


18 મૃતદેહ નદીમાંથી બહાર કઢાયા

નદીમાંથી 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. માહિતી અનુસાર, વિમાનમાં 60 લોકો સવાર હતા. વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે અથડામણને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન એરપોર્ટ પર ઉતરવાનું હતું. પછી તે સામેથી આવી રહેલા યુએસ આર્મીના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે અથડાયું. આ પછી બંને ક્રેશ થયા અને પોટોમેક નદીમાં પડી ગયા. જે હેલિકોપ્ટર સાથે વિમાન અથડાયું તે સિરોસ્કી H-60 ​​હેલિકોપ્ટર હતું.  હાલમાં મળતી માહિતી મુજબ 18 લોકોના મૃતદેહ નદીમાંથી કાઢવામાં આવ્યા છે. 

આ વિમાન PSA એરલાઇન્સનું હતું અને તેમાં 65 લોકોની બેઠક ક્ષમતા હતી. યુએસ સેનેટર ટેડ ક્રુઝે કહ્યું કે આ ઘટનામાં મૃત્યુ થયા છે પરંતુ અમને હજુ સુધી ખબર નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. દરમિયાન, એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

ડીસી પોલીસનું કહેવું છે કે વિમાન સાથે અથડાયેલું હેલિકોપ્ટર મેટ્રોપોલિટન પોલીસ વિભાગનું ન હોતું. વોશિંગ્ટન ડીસીના સેનેટર જેરી મોરને જણાવ્યું હતું કે કેન્સાસથી આવી રહેલ વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળ્યા છે.

વિમાન લશ્કરી હેલિકોપ્ટર સાથે અથડાયું

આ અકસ્માત એરપોર્ટ પર ઉતરાણ કરતા પહેલા થયો હતો. લશ્કરી હેલિકોપ્ટર અને વિમાન વચ્ચેની ટક્કરને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આખરે લશ્કરી હેલિકોપ્ટર અચાનક કેવી રીતે આવ્યું? લશ્કરી હેલિકોપ્ટરમાં કોણ કોણ સવાર હતું? ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક એરસ્પેસ ઘટનાની તપાસ કરશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્થિતિ પર રાખી રહ્યા છે નજર 

ડીસી પોલીસનું કહેવું છે કે વિમાન સાથે અથડાયેલું હેલિકોપ્ટર મેટ્રોપોલિટન પોલીસ વિભાગનું નહોતું. વોશિંગ્ટન ડીસીના સેનેટર જેરી મોરને જણાવ્યું હતું કે કેન્સાસથી આવી રહેલ વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળ્યા છે.



રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમને રીગન નેશનલ એરપોર્ટ પર બનેલી ભયાનક ઘટના વિશે જાણ કરવામાં આવી છે. ભગવાન પીડિતોના આત્માઓને શાંતિ આપે. હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું.

  • Follow us on: