- રશિયન સૈન્યએ તમામ આતંકીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
- વૈશ્વિક આતંકવાદી સંગઠન ISISના આતંકી વીડિયોમાં ગોળીઓ વરસાવતા જોઈ શકાય છે
- આતંકીઓના કપડાં પર રહેલા કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ
રશિયાની રાજધાની મૉસ્કોમાં શુક્રવારે એક હૉલમાં ચકચારી આતંકી હુમલો થયો હતો. જેની વિશ્વમાં ચોમેર ફિટકાર વરસી રહી છે. ત્યારે આ આતંકવાદી હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વૈશ્વિક કુખ્યાત આતંકવાદી સંગઠન ISISએ આ હુમલાનો લાઈવ વીડિયો વાયરલ કર્યા છે. જેમાં આતંકવાદીઓના કપડાં પર રહેલા કેમેરાથી સમગ્ર ઘટના કેદ થઈ હતી. જેમાં અંધાધૂંધ ફાયરિંગમાં લોકો કઈ રીતે પોતાનો જીવ બચાવવા નાસભાગ કરી રહ્યા છે. તેમજ આતંકી ધડાધડ કંઈપણ વિચાર્યા વગર લોકો પર નિર્મમ ગોળીબાર કરી રહ્યા છે. આ હુમલામાં મૃતદેહો વેરવિખેર પડેલા દેખાઈ રહ્યા છે. જો કે આ વીડિયો ફૂટેજમાં તમામ આતંકવાદીઓના હાથમાં એકે-47 રાઈફલ અને દારૂગોળો પણ છે. મિલિટરી ડ્રેસમાં સજ્જ આતંકીઓ લોકો પર બેફામ ગોળીઓ વરસાવતા જોઈ શકાય છે.













