પાકિસ્તાનના માજી વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી બહાર આવી શકે છે. 11 મી જુને તેમને જામીન મળવાની સંભાવના છે. તેમના પક્ષના એક હોદ્દેદારે આ વિગતો જાહેર કરી હતી.
અલ કદિર ટ્રસ્ટના કેસમાં ઈમરાન ખાન જેલમાં છે. 190 મિલિયન પાઉન્ડના પ્રકરણમાં ઈમરાન અને તેની પત્ની બુશરાબીબીને સજા દૂર કરવા ઇસ્લામાબાદ વડી અદાલતમાં સુનાવણી થવાની છે. ઈમરાન ઓગસ્ટ 2023 થી આદિયલા જેલમાં બંધ છે.













