તુર્કી હાલ એક નવા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ કોઈ આર્થિક રાજનૈતિક સંકટ નથી પણ આ સંકટ જનસંખ્યા સાથે જોડાયેલું છે. તુર્કીની જનસંખ્યા સતત ઘટી રહી છે અને તુર્કીની મહિલાઓનું ઓછા બાળકો પેદા કરવાની સમસ્યા રાષ્ટ્રપતિ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ઘટતો જતો જન્મ દર યુદ્ધ કરતા પણ મોટી સમસ્યા માનવામાં આવે છે. આ સમસ્યા સામે લડવા માટે તુર્કીની સરકાર પગલાઓ લઈ રહી છે. બાળકોને જન્મ આપવા માટે તુર્કી સરકાર કેટલાક કાયદાઓ બનાવી રહી છે અને 2025ને તુર્કીના પરીવારનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે.
એદોર્ગને ગયા મહીને એલાન કર્યું હતું કે 2026 પરિવાર દશકની શરૂઆત થશે. પરંતુ મહિલાઓ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા ન પણ કરી શકે એવા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.













