- 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ
- 100 રાજસૂય યજ્ઞનું મળશે ફળ
- પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપ થશે દૂર
હિંદુ ધર્મમાં દેવઉઠી અગિયારસને મહત્ત્વની માનવામાં આવી છે કેમકે આ દિવસે સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ 4 મહિનાની નિંદ્રા બાદ જાગે છે. આ અગિયારસને દેવઉઠી અગિયારસ અને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે તે આવતીકાલે એટલે કે 4 નવેમ્બરે ઉજવાશે. આ સાથે જ તમામ શુભકાર્યોની પણ શરૂઆત થશે.
શરૂ થશે પંચ તીર્થ મહાસ્નાન
દેવઉઠી અગિયારસથી પંચ તીર્થ મહાસ્નાન પર્વની પણ શરૂઆત થશે જે કાર્તિક પૂર્ણિમા સુધી ચાલશે. આ પર્વ એ લોકો માટે ખાસ હોય છે જે આખો કાર્તિક મહિનો સૂર્યોદય પહેલા સ્નાન કરે છે. માન્યતા છે કે આ 5 દિવસમાં વ્રત રાખવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
1000 યજ્ઞનું મળશે ફળ
પદ્મ પુરાણના અનુસાર દેવઉઠી અગિયારસના દિવસને મહત્ત્વનો માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી અને વિધિ વિધાન સાથે પૂજા કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞ અને 100 રાજસૂય યજ્ઞ કર્યા બરોબર ફળ મળે છે. એકાદશીનું વ્રત બુદ્ધિમત્તા, શાંતિ અને સંતતિ આપે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી જન્મોજન્મના પાપ દૂર થાય છે અને સાથે મોક્ષ મળે છે.
દેવઉઠી અગિયારસની પૂજા વિધિ
આ દિવસે સવારે જલ્દી સ્નાન કરીને ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને વ્રતનો સંકલ્પ લો. સાંજના સમયે પૂજા સ્થળ સાફ કરીને ચૂનો, ગેરુ, હળદર, લોટની રંગોળી બનાવો. ઘીના 11 દીવા કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરીને તેમને શેરડી, દાડમ, કેળા, શિંગોડા, લાડુ, પતાસા, મૂળા કે અન્ય ઋતુગત ફળ અને અનાજ અર્પણ કરો. મંત્રોચ્ચાર અને સ્તોત્રના પાઠ કરો. આ દિવસે શંખ વગાડો. ભજન અને કીર્તન કરીને દેવોને જગાડો. ચરણામૃત અચૂક લો. આ દિવસે તુલસીની પૂજા કરો.
આ મંત્રના જાપ કરો
उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये. त्वयि सुप्ते जगन्नाथ जगत् सुप्तं भवेदिदम्॥
उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव. गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥
शारदानि च पुष्पाणि गृहाण मम केशव.
જાણો પૂજાના શુભ મૂહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ 3 નવેમ્બરની સાંજે 7.30 મિનિટથી શરૂ થશે અને 4 નવેમ્બરે સાંજે 6.08 મિનિટે સમાપ્ત થશે.