- શ્રાદ્ધમાં આવતી એકાદશીના દિવસે દાન અને પૂજા કરવાથી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થાય છે
- ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય
- પદ્મ પુરાણ પ્રમાણે ઈન્દિરા એકાદશીનું મહત્ત્વ અનેરૂ
હિન્દુ ધર્મમાં એકાદશીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઈન્દિરા એકાદશી કહે છે. આ એકમાત્ર એકાદશી છે જે પિતૃ પક્ષમાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવા જેવું જ ફળ મળે છે. એકાદશીના દિવસે દાન અને પૂજા કરવાથી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થાય છે. તેથી, અન્ય એકાદશી વ્રતની સરખામણીમાં ઈન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ બને છે. જેઓ પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કોઈપણ કારણથી કરી શકયા નથી. તેઓએ ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય રાખવું.
ઈન્દિરા એકાદશીનો ઉપવાસ ક્યારે રાખવો ?













