• શારદીય નવરાત્રિએ માતાજી હાથી પર સવારી કરી આવશે
  • હાથીને ખુબજ પાણી જોઇએ તેથી વરસાદ સારો આવશે
  • ધન-ધાન્યની થશે વૃદ્ધિ ધનના ઢગલા થાય

શાસ્ત્રોમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે. જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ છે, ત્યારબાદ બે ગુપ્ત નવરાત્રિ છે. નવરાત્રિ દરમિયાન માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ નવરાત્રિ દરમિયાન વ્રત રાખે છે અને માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે

આ વર્ષે શારદીય નવરાત્રિ સોમવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે દિવસે નવરાત્રિ શરૂ થાય છે, દેવી માતા તેમના વાહનમાં સવાર થઈને આવે છે, જે તેમના ભક્તોને એક વિશેષ સંકેત પણ આપે છે. ચાલો જાણીએ કે આ વખતે તે હાથીની સવારી પર કેમ આવી રહ્યા છે અને આની કેવી અસર હશે…

જે ખૂબ જ શુભ માનવામાં આવે છે

જો સોમવાર અથવા રવિવારથી નવરાત્રિ શરૂ થાય છે, તો દેવી માતા હાથી પર બેસીને આવે છે. તેમજ જો શનિવાર કે મંગળવારથી નવરાત્રિ શરૂ થાય તો દેવી ઘોડા પર સવારી કરે છે. વળી શુક્રવાર અને ગુરુવારે નવરાત્રિ શરૂ થાય તો માતારણી ડોલીમાં બેસીને આવે છે. જ્યારે બુધવારથી નવરાત્રિ શરૂ થાય છે તો દેવી માતા હોડી પર સવાર થઈને આવે છે. આ વખતે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, તેથી આ વખતે માતા હાથી પર સવાર થઈને આવી રહ્યાં છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સારો વરસાદ પડશે

શાસ્ત્રો અનુસાર જ્યારે પણ દેવી માતા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે દેશમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધનના ભંડાર ભરાય જાય છે. જ્યારે મા દુર્ગા હાથી પર આવે છે, ત્યારે દેશમાં ભારે વરસાદ પડે છે. જેના કારણે પાક થશે. ખેડૂતોને ફાયદો થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.


  • Follow us on: