બુધના આ રાશિ પરિવર્તનનો પ્રભાવ 12 રાશિઓ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ જોવા મળશે. વૈદિક જ્યોતિષમાં બુધને બુદ્ધિ, તર્ક, વાણી અને વ્યવસાયનો કારક માનવામાં આવે છે, તેથી તેનુ ગોચર નિર્ણય ક્ષમતા, આર્થિક સ્થિતિ અને વ્યાવસાયિક જીવન પર અસર કરે છે.
કેટલાક લોકોમાં ભાવનાઓ કરતા તર્ક વધુ પ્રબળ રહેશે
બુધના મેષમાં પ્રવેશથી ઘણા લોકોમાં નોકરી સાથે કે અલગથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનો, ઓનલાઇન કામ કરવાની અથવા શેરબજારમાં પ્રવેશ કરવાનો વિચાર ઉદ્ભવશે. કેટલાક લોકોમાં ભાવનાઓ કરતા તર્ક વધુ પ્રબળ રહેશે. લોકો સંબંધોને સુધારવા માટે પ્રાયોગિક અભિગમ અપનાવશે. સમાજમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને જ્ઞાન પ્રત્યે રસ વધશે, જેના કારણે નવા સંશોધન અને નવીનતા જોવા મળશે. સ્પર્ધા પણ તેજ બનશે.
મેષ રાશિ પર અસર (Aries)
મેષ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ વધશે અને તેઓ વ્યવસાયિક નિર્ણયોમાં સફળ રહેશે. આ સમયમાં સંચાર સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડશે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે કેટલીક તકલીફો ઊભી થઈ શકે છે. સંબંધોમાં સંવાદનું મહત્વ વધશે અને જીવનસાથી સાથે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.
કન્યા રાશિ પર અસર (Virgo)
કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને ઉતાવળથી બચીને સમજદારીથી કામ કરવાની જરૂર રહેશે. બુધના આ ગોચરથી કાર્યક્ષેત્રમાં અચાનક બદલાવ અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. માનસિક સંતુલન જાળવવું જરૂરી રહેશે.
તુલા રાશિ પર અસર (Libra)
તુલા રાશિ માટે બુધ સાતમા ભાવમાં ગોચર કરશે, જે લગ્ન અને ભાગીદારીનો ભાવ છે. સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે અને વિવાદોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જીવનસાથી સાથે મળીને નિર્ણય લેવો ફાયદાકારક રહેશે. સાથે જ અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
આ પણ વાંચો: Chardham Yatra : કેદારનાથનું નામ કેવી રીતે પડ્યુ? પાંડવોથી નહી આ દેવતાથી જોડાયેલી કહાની
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)