અક્ષય તૃતીયાથી આ પવિત્ર યાત્રાનો આરંભ થાય છે, તેથી શ્રદ્ધાળુઓના જૂથો તીર્થયાત્રા માટે નીકળી પડ્યા છે. ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા બાદ હવે 22 એપ્રિલે કેદારનાથ ધામના કપાટ ખુલશે. કેદારનાથ ધામ ભગવાન શિવજીને સમર્પિત છે અને તે તેમનું વિશેષ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.


 પાંડવોને કેદાર ખીણમાં શિવજીના દર્શન થાય છે

કેદારનાથ ધામનો ઇતિહાસ જણાવતા ઘણીવાર મહાભારત સાથે જોડાયેલી પાંડવોની કથા કહેવામાં આવે છે. જેમાં પાંડવો યુદ્ધ બાદ તીર્થયાત્રા પર નીકળે છે અને શિવજીના આશીર્વાદ મેળવવા ઇચ્છે છે, પરંતુ તેમને શિવજી ક્યાંય મળતા નથી. પછી પાંડવોને કેદાર ખીણમાં શિવજીના દર્શન થાય છે, જ્યાં તેઓ બળદના રૂપમાં હતા. આ કારણે કેદારનાથ મંદિરનો ઇતિહાસ મહાભારતકાળનો માનવામાં આવે છે.

સ્કંદ પુરાણમાં કેદારનાથની સાચી કથા વર્ણવવામાં આવી

પરંતુ સ્કંદ પુરાણમાં કેદારનાથની સાચી કથા વર્ણવવામાં આવી છે. આ મુજબ, એક વખત હિરણ્યાક્ષ નામનો દૈત્ય થયો હતો, જેણે ત્રિલોક પર કબજો કરી લીધો અને દેવતાઓને હંફાવી દીધા. સ્વર્ગમાંથી બહાર કાઢાયેલા ઇન્દ્ર દેવ હિમાલયમાં મંદાકિની નદીના કિનારે પહોંચી શિવજીની તપસ્યા કરવા લાગ્યા.

ઇન્દ્ર દેવએ શિવજીને પ્રણામ કરીને પાંચ દૈત્યોના નામ જણાવ્યા

ઇન્દ્રની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજી મહિષ (ભેંસ)ના સ્વરૂપમાં પ્રગટ થયા. તેમણે ઇન્દ્રની પરખ લેવા માટે “કે દારયામિ?” એવો પ્રશ્ન કર્યો, જેનો અર્થ થાય છે “કાને નાશ કરું?” અથવા “કાને ડૂબાડું?”. આ શબ્દ પરથી જ આ સ્થાન ‘કેદાર’ તરીકે ઓળખાયું અને તેને કેદાર ક્ષેત્ર કહેવાયું.

ઇન્દ્ર દેવએ શિવજીને પ્રણામ કરીને પાંચ દૈત્યોના નામ જણાવ્યા. હિરણ્યાક્ષ, સુબાહુ, વક્ત્રકંધર, ત્રિશૃંગ અને લોહિતાક્ષ અને તેમના સંહારની પ્રાર્થના કરી. ત્યારબાદ શિવજી આ સ્વરૂપમાં દૈત્ય હિરણ્યાક્ષનો સંહાર કરવા માટે આગળ વધ્યા.

આ પણ વાંચો: Mangal Gochar: મંગળનુ મહા પરિવર્તન, આ રાશિને રાજયોગ જેવુ સુખ મળશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: