શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્રિદેવમાં એક મહાદેવને શ્રાવણ ખુબજ પ્રિય છે. મહાદેવ શ્રાવણમાં ભક્તો પર કૃપા વરસાવે છે. શિવજી પર ગંગાજળથી જલાભિષેક કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં એક સોમનાથ મહાદેવ જેની સ્થાપના ખુદ ચંદ્રદેવે કરી હતી. ચંદ્ર એટલે જ સોમ આથી શિવજીનું નામ સોમનાથ પડ્યુ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનુ છે.
શિવ શબ્દની વ્યાખ્યા શું છે?
શિવ કોણ છે? જે પરમ તત્વ આદિ-અંત રહિત, અસીમ, અગોચર, આજન્મા અને સર્વવ્યાપક છે. ભગવાન શંકરનો મતલબ છે શં કલ્યાણં કરોતિ ઇતિ શંકર: જે માનવમાત્રનું કલ્યાણ કરે છે, શિવજીનો અર્થ છે કલ્યાણ.
સોમનાથ કેમ છે સર્વશ્રેષ્ઠ?
આમતો પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ અસંખ્ય શિવલિંગ છે તેમાં બાર જ્યોતિર્લિંગનો અનોખો મહિમા છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સૌથી પ્રમુખ છે આદિ જ્યોતિર્લિંગમાં હોવાનો ગૌરવ પ્રાપ્ત કરે છે. શિવ પુરાણમાં શ્રી સોમનાથના આવિર્ભાવનો ઇતિહાસ દક્ષ અને ચંદ્રમાંની કથા અને ચંદ્રમાને મળેલ શ્રાપની કથાનું વર્ણન છે. કથા આ રીતે છે દક્ષ અશ્વીનીના ગર્ભથી જન્મેલી 60 કન્યાઓના પિતા હતા, જેમાંથી 10 કન્યા ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રમાંને , બે ભૂતને, બે અંગિરાને, બે કૃશાશ્વને અને બાકી રહેલી કશ્યપ સાથે વિવાહ કરાવી હતી.
ચંદ્રમાંના શ્રાપ મુક્તિનું સ્થળ
ચંદ્રમાં 27 પત્નીઓ સાથે ખુબજ ખુશ હતો, દક્ષ કન્યામાં રોહિણી સૌથી વધુ સુંદર હતી અને સર્વગુણ સંપન્ન હતી. ચંદ્રમાં રોહિણીને અધિક પ્રેમ કરવા લાગ્યા હતા. ચંદ્રમાંના આ વ્યવહારથી દક્ષની બીજી પુત્રીઓ ખુબજ દુખી હતી. તેમણે પિતાને દુખ કહ્યુ અને નિવારણ પુછ્યુ તેમણે ચંદ્રમાને ખુબ સમજાવ્યો પણ ચંદ્રમાં પર આની કોઇ અસર થઇ નહી. ક્રોધિત દક્ષે ચંદ્રમાને ક્ષય રોગ થવાનો શ્રાપ આપ્યો.
કેવી રીતે કલાધર થયા ચંદ્રમાં
શ્રાપથી દુખી થઇ ચંદ્રમાએ શિવજીનું શરણુ લીધુ
ચંદ્રે કહ્યું, "મહેશ્વર, હું ક્ષય રોગથી પીડાઈ રહ્યો છું અને મારા આદરણીય સસરાના શાપને કારણે શક્તિ ગુમાવી રહ્યો છું. કૃપા કરીને મારા ગુનાઓ માફ કરો અને મને સ્વાસ્થ્ય અને ખ્યાતિ આપો." ભગવાન શિવે કહ્યું, "ચંદ્રદેવ, હું તમને અમરત્વ પ્રદાન કરું છું. કૃષ્ણ પક્ષમાં દરરોજ, તમારા એક ચરણમાં ઘટાડો થશે, પરંતુ શુક્લ પક્ષમાં, તમારા એક ચરણમાં તે જ ક્રમમાં વધારો થશે. આ રીતે, દરેક પૂર્ણિમાના દિવસે, તમે 16 ચરણોમાં પૂર્ણ થશો અને પૂર્ણ ચંદ્ર બનશો." આમ, ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરીને, અવનવા ચંદ્ર તબક્કાઓથી પૂર્ણ થયો.