પંચાંગ અનુસાર 12 માર્ચ 2026ના રોજ વરુણ ગ્રહ મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે અને આશરે 22 દિવસ એટલે કે 3 એપ્રિલ 2026 સુધી અસ્ત રહેશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ આ સમય દરમિયાન કેટલીક રાશિઓ માટે અચાનક ધનલાભ અને પ્રગતિના અવસર ઊભા થઈ શકે છે. ખાસ કરીને 3 રાશિઓ માટે આ સમય ખૂબ શુભ માનવામાં આવે છે.


મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક પરિણામ આપનાર રહેશે. અચાનક ધનલાભ અથવા અટકેલું પૈસા પરત મળી શકે છે. કરિયરમાં આગળ વધવાના અવસર મળશે અને નવા મોકા સામે આવશે. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને આત્મવિશ્વાસ વધશે. જોકે કોઈપણ કામ ઉતાવળમાં ન કરો, વિચારપૂર્વક નિર્ણય લો. ભાગીદારી સંબંધિત કાર્યોમાં લાભ થવાની સંભાવના છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે આ સમય ફાયદાકારક સાબિત થઈ શકે છે. અચાનક પૈસા મળવાના સંકેતો છે. નોકરી અથવા વ્યવસાય સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં જઈ શકે છે. નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. પરિવારામાં ખુશહાલી રહેશે અને સમાજમાં માન-સન્માન વધશે. પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, જે ભવિષ્યમાં લાભદાયક રહેશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ અવધિ અનેક સકારાત્મક બદલાવ લાવી શકે છે. જૂના રોકાણમાંથી લાભ મળવાની શક્યતા છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. પરિવારનો સહકાર મળશે અને માનસિક રીતે પણ મજબૂતી અનુભવશો. અભ્યાસ અથવા જ્ઞાન સંબંધિત ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ કામ સરળ બનાવશે.

આ પણ વાંચો: Holika Dahan Ke Upay: હોલિકા દહનની રાત્રે કરીલો આ ઉપાય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

  • Follow us on: