• આ વર્ષે નવરાત્રિ આ મહિને 26 સપ્ટેમ્બરથી શરૂ થશે
  • 5 ઓક્ટોબર સુધી ચાલશે નવરાત્રિ મહોત્સવ
  • નવરાત્રિના 9 દિવસોમાં અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ મહત્વ છે. આમાં પણ શારદીય નવરાત્રિનું સૌથી વધુ મહત્વ છે. ભારતીય કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રિ અશ્વિન (આસો) મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમીના રોજ સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રિ આ મહિને 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. દશમી એટલે કે દશેરા 5 ઓક્ટોબરે થશે.

નવરાત્રિમાં નોમનું ઘણું મહત્વ

એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગા પૃથ્વી પર આવે છે અને તેમના તમામ ભક્તોને આશીર્વાદ આપે છે. નવરાત્રિના 9 દિવસ સુધી માતાના 9 સ્વરૂપોની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. આ પછી નવમીની પૂજા કરીને વ્રત તોડવામાં આવે છે. ઘરોમાં વ્રત તોડતા પહેલા કન્યાઓને દેવીના રૂપમાં પૂજન કરીને અર્પણ કરવામાં આવે છે.

આ દિવસે નવમીની પૂજા કરવામાં આવશે

નવરાત્રિના 9 દિવસોમાં અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પરંતુ કેટલીકવાર અષ્ટમી અને નવમી તિથિ તિથિ વધવા કે ઘટવાને કારણે આગળ-પાછળ જઈ શકે છે. આ વખતે મહાષ્ટમી 3જી ઓક્ટોબરે છે. નવમી 4 ઓક્ટોબરે છે. આ દિવસે પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. નવરાત્રિએ કેટલાક ભક્તો અષ્ટમી એટલે કે આઠમના નૈવૈદ્ય (નિવેદ) કરવામાં આવે છે તો કેટલાકને ત્યાં નોમના માતાની પૂજા અર્ચના હોમ, હવન કરવામાં આવે છે.

શા માટે ઉજવાય છે મહાનવમી?

હિંદુ માન્યતાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે ચારેબાજુ હાહાકાર મચાવ્યો હતો. તેના ક્રોધથી બધા દેવતાઓ પરેશાન થઈ ગયા. આ રાક્ષસને મારવા માટે દેવી આદિશક્તિએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું. મા દુર્ગાએ મહિષાસુર સાથે 8 દિવસ સુધી યુદ્ધ કર્યું અને 9માં દિવસે તેનો વધ કર્યો. આ દિવસને મહાનવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને નવરાત્રિનું વ્રત પૂર્ણ થાય છે.

  • Follow us on: