• શિવભક્તો શિવપૂજા કરીને ભક્તિમાં લીન થઇ રહ્યા છે
  • આ મહિનો શિવજીને ખુબજ પ્રિય હોવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે
  • શ્રાવણમાં મંત્રજાપ કરશો તો તમને વિશેષ ફળ પ્રાપ્ત થશે

હાલ શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. શિવભક્તો શિવપૂજા કરીને ભક્તિમાં લીન થઇ રહ્યા છે. આ મહિનો શિવજીને ખુબજ પ્રિય હોવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે મહાદેવ તમે તમારી રાશિ અનુસાર શ્રાવણમાં મંત્રજાપ કરશો તો તમને વિશેષ ફળ પ્રાપ્ત થશે. જ્યોતિષશાસ્ત્ર અંતર્ગત 12 રાશિઓ પ્રમાણે આ વર્ષે વિવિધ પ્રકારના લાભ મળશે.

મેષ (અ.લ.ઇ.) :

મેષ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક કરાવવાથી તેમજ ૐ મહેશ્વરાય નમ: મંત્રની 7 માળા રુદ્રાક્ષની માળા પર કરીને રુદ્રાષ્ટાધ્યાયી (શુક્લ યજુર્વેદીય અંતર્ગત) દ્વારા ભગવાન શિવનો યજ્ઞ કરવાથી કુબેર સમાન ધનની પ્રાપ્તિ થાય છે.

વૃષભ (બ.વ.ઉ.) :

વૃષભ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન શિવ પંચાક્ષર ૐ નમ:શિવાય મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી ધનલાભ મળી શકશે.

મિથુન (ક.છ.ધ.) :

મિથુન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ૐ રુદ્રાય નમઃ મંત્રની રુદ્રાક્ષની માળા વડે 11 માળા કરવી. તેમજ શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવો.

કર્ક (ડ.હ.) :

કર્ક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ૐ શ્રી શિવાય નમ: મંત્રની રુદ્રાક્ષની માળા વડે 7 માળા કરવી તેમજ રુદ્રયાગ યજ્ઞ કરવાથી ઘરમાં સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

સિંહ (મ.ટ.) :

સિંહ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ૐ શર્વાય નમઃ મંત્રની રુદ્રાક્ષની માળા પર 5 માળા કરીને શ્રાવણ માસના સોમવારે તે મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

કન્યા (પ.ઠ.ણ.) :

કન્યા રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ૐ પશુપતયે નમઃમંત્રની રુદ્રાક્ષની માળા વડે 7 માળા કરીને રુદ્રાષ્ટકમ મંત્રથી શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાં યશ તેમજ કીર્તિ ખૂબ જ વધે છે.

તુલા (ર.ત.) :

તુલા રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ૐ મહાદેવાય નમ: મંત્રની રુદ્રાક્ષની માળા વડે પાંચ માળા કરીને શિવાષ્ટકમ્ સ્તોત્ર દ્વારા શિવ યજ્ઞ કરવાથી જીવનમાંથી કષ્ટ, દુ:ખ અને સંતાપ નાશ પામે છે.

વૃશ્ચિક (ન.ય.) :

વૃશ્ચિક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ૐ શૂલપાણયૈ નમ: મંત્રની નિત્ય સાત માળા રુદ્રાક્ષ પર કરીને શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો જીવનમાં વ્યાવસાયિક પ્રગતિ જોવા મળે છે.

ધન (ધ.ફ.ભ.ઢ.) :

ધન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમ્યાન ૐ ભીમાયૈ નમઃમંત્રની નિત્ય ત્રણ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને વેદસારશિવસ્તવરાશિઆ સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તે વ્યક્તિ ભગવાન શિવની અતિ પ્રિય ભક્ત બને છે.

મકર (ખ.જ.) :

મકર રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમ્યાન ૐ ઇશાનાય નમઃ મંત્રની નિત્ય પાંચ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને શ્રી દક્ષિણામૂર્તી સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાં રોગમાંથી મુક્તિ મળે છે.

કુંભ (ગ.સ.) :

કુંભ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ૐ ભવાયૈ નમ: મંત્રની નિત્ય ત્રણ રુદ્રાક્ષની માળા વડે માળા કરીને શ્રી શિવ ષડક્ષર સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાંથી ઋણ(દેવું) નો નાશ થાય છે.

મીન (દ.ચ.ઝ.થ.) :

મીન રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન ૐ અઘોરાય નમઃ મંત્રની નિત્ય નવ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને શ્રી રુદ્રસુક્ત દ્વારા શિવ યજ્ઞ કરવાથી સમસ્ત પાપ તથા તાપનો નાશ થાય છે.

  • Follow us on: