- શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બીલીપત્રનું વિશેષ મહત્ત્વ છે
- શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નોની પૂજા
- શિવલિંગ બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે
ભોળાનાથની પૂજા-અર્ચના મોટેભાગે મૂર્તિ સ્વરૂપે થતી નથી, પરંતુ લિંગસ્વરૂપે શિવજીની પૂજા થાય છે. વાયુપુરાણમાં જણાવ્યુ છે કે પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે, તેને લિંગ કહે છે. વિશ્વની સંપૂર્ણ ઊર્જા લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ-નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે. શ્રાવણમાં પ્રતીક સ્વરૂપ શિવલિંગની પૂજા, અર્ચના કરવામાં આવે છે.
મોટાભાગનાં હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી-દેવતાની મૂર્તિને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી
મોટાભાગનાં હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી-દેવતાની મૂર્તિને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી, પરંતુ શિવજી જ એક એવા દેવ છે, જેમના શિવલિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત તવંગર-ગરીબ, ઊંચ-નીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે. શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બીલીપત્રનું વિશેષ મહત્ત્વ છે. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નો જેમ કે રુદ્રાક્ષ, ત્રિશૂળ, ડમરુ વગેરેની પૂજા પણ કરવામાં આવે છે.
શિવલિંગ પૂજન આ સમસ્ત બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે મદદરૂપ છે
દેહથી કર્મ અને કર્મથી દેહ. આ જ બંધન છે. શિવભક્તિ આ બંધનમાંથી મુક્તિ મેળવવાનું સાધન છે. જીવાત્મા ત્રણ શરીરથી જકડાયેલ છે. સ્થૂળ શરીર કે જે કર્મ માટે છે. શિવલિંગ પૂજન આ સમસ્ત બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે મદદરૂપ છે તથા સ્વયંભૂ શિવલિંગનો પણ વિશેષ મહિમા છે. માટીમાંથી બનાવેલાં શિવલિંગનું શાસ્ત્રોમાં ખુબ મહત્ત્વ રહેલુ છે.
શ્રાવણમાં પાર્થેશ્વર પૂજન
શ્રાવણ માસમાં શિવ-પૂજનની સાથે માટીમાંથી બનાવેલા શિવલિંગનાં પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવર્ણિપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંચ્છિત ફળ મેળવે છે. ભક્તો આખો મહિનો ભાવથી પૂજા કર્યા બાદ પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન કરે છે.