- શ્રાવણ મહિનો તમામ મહિનાઓમાં સૌથી પવિત્ર
- ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ
- ભોલેનાથ, જટાધારી, શંભુનાથ, મહાદેવ, શંકરજી અનેક નામથી પ્રચલિત
શિવ ભક્તો માટે શ્રાવણ મહિનો તમામ મહિનાઓમાં સૌથી પવિત્ર છે. તેથી, આ મહિનો ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન શિવ ભોલેનાથ, જટાધારી, શંભુનાથ, મહાદેવ, શંકરજી, મહાદેવ વગેરે નામોથી ઓળખાય છે. તેમની વચ્ચે મહાદેવનું બીજું નામ છે નીલકંઠ. ભગવાન શિવજીને નીલકંઠ કહેવામાં આવે છે. તેને આ નામ કેમ મળ્યું, તેની પાછળનું કારણ શું છે.
આ સંદર્ભે, પુરાણોમાં એક કથા છે જે નીચે મુજબ છે. દેવ અને અસુરના યુદ્ધ દરમિયાન, સમુદ્ર મંથનમાંથી 14 રત્નો બહાર આવ્યા અને આ રત્નોમાં કાલકૂટ નામનું ભયંકર ઝેર બહાર આવ્યું. તે ઝેરની આગ દસ દિશાઓને બાળી નાખે તેટલુ ભયંકર હતુ. તમામ જીવોમાં આક્રોશ હતો. ઋષિઓ, મનુષ્યો, ગંધર્વ અને યક્ષો, દેવતાઓ અને દાનવો સાથે, તે ઝેરની ગરમીથી સળગવા લાગ્યા.













