ગણેશ ચતુર્થી તહેવારમાં ગણપતિ બાપ્પાની મિષ્ટાનનો ભોગ અર્પણ કરવામાં આવે છે. વિઘ્નહર્તા અને જીવનના સંકટ દૂર કરનાર પ્રથમ પૂજનીય ભગવાન ગણેશના પૂજનનો અનેરો અવસર એટલે ગણેશોત્સવ. આવતીકાલે 27 ઓગસ્ટ 2025, બુધવારના રોજ ગણેશ ચતુર્થી તહેવારની દેશભરમાં ઉજવણી થશે.


ચુરમા લાડુનો પ્રસાદ ધરાવો

તહેવારની ઉજવણીને લઈને ઘરો અને પંડાલમાં સજાવટને લઈને તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. 10 દિવસ ચાલતા ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાનું પૂજન-અર્ચન કરવામાં જો જો કોઈ ખામી ના રહી જાય. આ પ્રસાદ વગર અધુરો ગણેશોત્સવનો છે તહેવાર. બાપ્પાને પ્રસાદમાં ચુરમા લાડુનો ભોગ જરૂર ધરાવો. નોંધી લો ચુરમા લાડુ બનાવવાની સરળ રીત.

ચુરમા લાડુ બનાવવા માટે સામગ્રી:

  • 500 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  • 200 ગ્રામ ગોળ
  • 500 ગ્રામ ઘી(જરૂર લાગે તો થોડું વધારે નાખવું)
  • 1 કપ ગરમ (હુંફાળું)પાણી લોટ બાંધવા માટે
  • તળવા માટે ઘી
  • 2 ટી સ્પૂન ઈલાયચી પાઉડર
  • 1/8 ટી.સ્પૂન જાયફળ પાઉડર
  • 8- 10 નંગ બદામ
  • 4 ટેબલ સ્પૂન ખસખસ

ચુરમા લાડુ બનાવવાની રીત :

ચુરમા લાડુ બનાવવા ઘઉંના કકરા લોટનો ઉપયોગ કરવો. પહેલા ઘંઉના કકરા લોટમાં ઘીનું મોળ નાખી લોટને બરાબર મસળી લો. ત્યારબાદ

ગરમ હૂંફાળા પાણીથી ભાખરી જેવો કઠણ લોટ બાંધો. તમે આ લોટની ભાખરી શેકીને અથવા તેના મુઠીયા બનાવી શકો છો. ભાખરી બનાવો તો બંને બાજુ સારી રીતે શેકી લેવી. અને મુઠીયા બનાવો તો તેને ગરમ ઘીમાં ધીમા તાપે તળી લેવા. મુઠિયા ઠંડા પડે એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લેવા અને આ જ રીતે શેકેલી ભાખરીને મિકસરમાં ક્રશ કરવી.

બીજી બાજુ ગોળને ઝીણો ક્રશ કર્યા બાદ તેને સાધારણ ગરમ કરો. જેથી ગોળ પીગળી જાય અને પછી આ પીગળેલા ગોળને લાડવાના ચુરમામાં નાખી દો. આ ચુરમાને બરાબર હાથે મસળ્યા બાદ ઘી નાખો. અને પછી તેમાં જાયફળના પાઉડર નાખી ગોળ ગોળ નાના લાડવા વાળી લો. એક વાસણમાં ખસ ખસ લઈ તૈયાર લાડવા તેમાં રગદોળી અલગ કાઢો.આ રીતે બધા લાડવા તૈયાર કરો. આ રીતે તમે ગોળના બદલે ખાંડના લાડુ પણ બનાવી શકો છો. પરંતુ ગોળના લાડુ વધુ ટેસ્ટી લાગશે. સ્વાદિષ્ટ ચુરમા લાડુનો બાપ્પાને ભોગ ધરાવો. 

  • Follow us on: