બહુ ઓછા લોકો છે જેમને ભીંડાનું શાક ખાવાનું પસંદ હોય છે. મોટાભાગે તમામને ગ્રેવી વાળું પંજાબી શાક અથવા તો બટાકાના શાક વધુ પસંદ હોય છે. ત્યારે ગૃહિણીઓ માટે મૂંઝવણ હોય છે કે દરરોજના ભોજનમાં શું બનાવું. દરરોજ બનતા સામાન્ય શાકને જો તમે ટ્વીસ્ટ આપશો તો પરીવારના લોકો આંગળા ચાંટતા રહી જશે. વારંવાર આ શાક માગશે.
ક્રિસ્પી ભીંડાનું શાક બનાવવા તમને વધુ સમય પણ નહી લાગે.
ક્રિસ્પી ભીંડાના શાક માટે સામગ્રી :
- આ શાક બનાવવા લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું લો.
- 250 ગ્રામ ભીંડા
- 3 થી 4 ચમચી ચણાનો લોટ
- 2 ચમચી ચોખાનો લોટ
- તેલ
ક્રિસ્પી ભીંડાનું શાક બનાવવાની રીત :
આ શાક બનાવવા પહેલા ભીંડાને સારી રીતે ધોઈને સાફ કરી લો. ભીંડામાં પાણી ના રહે તે રીતે તેને કોરા કરી વચ્ચેથી બે ભાગમાં કાપી લો. એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું નાખીને મિક્સ કરો. આ મસાલામાં સમારેલા ભીંડાના ટુકડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો જેથી દરેક ટુકડા પર મસાલો બરાબર ચોટીં જાય. ત્યારબાદ એક કઢાઈ અથવા પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મસાલેદાર ભીંડા ઉમેરો અને તેને મધ્યમ તાપ ચઢવા દો. ભીંડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલો ફ્રાય તળો. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો. અને છેલ્લે,શેલો ફ્રાય કરેલ ક્રિસ્પી ભીંડાને બહાર કાઢી તેમાં થોડો ચાટ મસાલો ભભરાવો. તૈયાર થઈ ગયું ક્રિસ્પી ભીંડાનું શાક. આ શાક તમે રોટલી અથવા પૂરી સાથે ખાઈ શકો છો.