ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે. રાત્રિના ડિનરમાં ઈડલી એક સારો વિકલ્પ છે. પણ જો તમે કંઈક નવું અને સ્વાદિષ્ટ વાનગી ખાવા માંગતા હોવ તો મસાલા ઇડલી સ્વસ્થ અને સ્વાદિષ્ટ વધુ શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય. આ વાનગી સાંજના નાસ્તા અને રાત્રિના ડિનર માટે પણ યોગ્ય વાનગી છે. સાઉથની ટિપિકલ ઇડલી ખાઈને કંટાળ્યા હોવ તો તમે તેમાં ટ્વીસ્ટ લાવી મસાલા ઇડલી બનાવી શકો છો.


મસાલા ઇડલી માટે સામગ્રી :

આ ઇડલી બનાવવા તમે હળદર, લાલ મરચું, ઝીણા સમારેલા લીલા મરચાં, લીમડો અને કોથમીર અને ચાટ મસાલાનો ઉપયોગ કરો.

  • 6 - 8 રેડી ઈડલી
  • 1 - ઝીણી સમારેલી ડુંગળી
  • 1- ઝીણી સમારેલું કેપ્સિકમ
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી રઈ

મસાલા ઇડલી બનાવવાની રીત :

  • આ વાનગી બનાવવા સૌ પ્રથમ તો તમારે સાદી ઇડલી બનાવવાની રહેશે. આ ઇડલી બનાવવા તમે બજારમાંથી રેડી ખીરું લાવીની ઇડલી બનાવી શકો છો અથવા તો 1 વાટકી અડદની દાળ અને 3 વાટકી ચોખાના માપ સાથે આથો લાવી ઇડલી તૈયાર કરો.
  • તમે ઇડલી કૂકરમાં ઇડલી તૈયાર કરો. પછી તે ઠંડી થાય ત્યાર બાદ કૂકરના વાસણમાંથી કાઢી તેના ચોરસ આકારમાં નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ એક પેન અથવા કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રઈ નાખી વઘાર કરો.
  • રઈ તતડે એટલે તેમાં લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરો. ત્યારબાદ તેમાંથી મસાલાની સુગંધ આવવા લાગશે. હવે તેમાં ઝીણી સમારેલ ડુંગળી સાંતળી લો અને તે સોનેરી થાય ત્યારપછી તેમાં સમારેલું કેપ્સિકમ નાખો.
  • હવે આ મિશ્રણમાં મીઠું નાખી થોડીવાર ચડવો અને પછી હળદર, લાલ મરચું અને ચાટ મસાલો નાખો. આ મસાલા સારી રીતે મિક્સ થાય એટલે તેમાં કાપેલા ઈડલીના ટુકડા પેનમાં નાખી તેને મસાલા સાથે હળવેથી 3 થી 4 મિનિટ સુધી મિક્સ કરો.
  • આમ, કરતાં એ ધ્યાન રાખવું કે ઈડલી તૂટી જાય નહીં. આ પછી ઉપરથી કોથમીર નાખવાથી ઇડલી વધુ ટેસ્ટ લાગશે. તમે વધુ ટેસ્ટ લાવવા છેલ્લે આ વાનગીમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.
  • મસાલા ઈડલી તૈયાર થઈ ગઈ. હવે આ ઇડલીને તમે ટામેટાની ચટણી સાથે સ્વાદ વધુ ડિલિશયસ લાગશે. આ મસાલા ઇડલીમાં તમે મકાઈ, ટામેટા, ગાજર જેવા મનપસંદ શાક પણ ઉમેરી શકો છો. 
  • હેલ્થમાં વધુ પૌષ્ટિક આહાર જોઈતો હોય તો તમે સોજીની ઇડલીમાંથી પણ મસાલા ઇડલી બનાવી શકો છો.

  • Follow us on: