ગુજરાત અને સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ વિશેષ રીતે ઉજવાય છે. વેરાવળ શહેરના ટાવરચોક વિસ્તારમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશજીની સ્થાપના જિલ્લાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે ગણપતિ ઉત્સવમાં દેશભક્તિનો વિશેષ માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ ઉત્સવ 2025માં વિવિધ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.


ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશજીની સ્થાપના 

વેરાવળ શહેરના ટાવરચોક વિસ્તારમાં ગોવાળિયા ગ્રુપે ઓપરેશન સિંદૂર થીમ પર કરેલી ગણેશજીની સ્થાપના જિલ્લાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વિશેષ ગણેશ પંડાલમાં જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોએ દર્શન અને આરતી કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાત અને સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ વિશેષ રીતે ઉજવાય છે. તેમણે ગોવાળિયા ગ્રુપને અભિનંદન આપતા કહ્યું કે, આ થીમથી દેશના સૈનિકોનું મનોબળ વધશે. તેમણે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ વર્ષે ગણપતિ ઉત્સવમાં દેશભક્તિનો વિશેષ માહોલ જોવા મળી રહ્યો છે.

ગણપતિ ઉત્સવમાં દેશભક્તિનો વિશેષ માહોલ 

આજે ગોવાળિયાગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર જ્યારે દેશભક્તિનું વાતાવરણ બનાવ્યું છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું છું કે હે ભગવાન આ દેશના અને અમારા રાજ્ય ગુજરાત રાજ્યના તમામ વિઘ્નો તમે હરી લેજો અને વિસર્જન તમારી સાથે કરી લેજો અને આ દેશ મજબૂત દેશ બને મહાસત્તા બનેએ માટે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી છે.

  • Follow us on: