વેરાવળ શહેરના સોમનાથ બાયપાસ રોડ પર આવેલી કૃતિ હોટલ નજીક પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગને મળેલી બાતમીના આધારે રેશનિંગના સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી પકડી પાડી છે. પુરવઠા વિભાગની ટીમે છાપો મારીને GJ 13 AT 6477 નંબરની છકડો રિક્ષા જપ્ત કરી છે. સ્થળ પરથી ફૈઝલ હુસેન અસગર હુસેન નકવી અને ઈરફાન હુસેન આબીદ હુસેન સૈયદ નામના બે શખ્સો પકડાયા હતા.


વેરાવળમાં સરકારી અનાજની હેરાફેરી ઝડપાઈ

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી NFSA યોજના હેઠળના લાભાર્થીઓ પાસેથી અનાજનો છૂટક જથ્થો એકઠો કરી વેચાણ કરતા હતા. પુરવઠા વિભાગે રિક્ષા સાથે 307 કિલો ઘઉં અને 463 કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ.71,097 થવા જાય છે.

સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી પકડી 

વેરાવળ સીટી મામલતદાર રજનીકાંત પરસાણીયાએ જણાવ્યું કે આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. આ પ્રકરણે જિલ્લા પુરવઠા વિભાગને અહેવાલ સોંપી ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


  • Follow us on: