• માતા પાર્વતીને પૂજાના સમયે સોળ શણગાર ચઢાવો
  • ગણેશજી સામે સિદ્ધિવિનાયક મંત્રનો જાપ કરીને પૂજા અર્ચના કરો
  • લાલ, પીળો, લીલો, નારંગી, ગુલાબી કે અન્ય રંગના કપડા પહેરીને પૂજા કરવી

કરવા ચોથના તહેવારની તમામ પરિણીત મહિલાઓ રાહ જોતી હોય છે. આ દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે અને નિર્જળા વ્રત રાખીને સાંજના સમયે ચંદ્ર દર્શન કરે છે. આ પછી પતિનું મુખ જોઈને વ્રત ખોલે છે.

16 શણગાર સાથે મહિલાઓ પતિની લાંબી ઉંમરની કામના કરે

કરવા ચોથના દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમરની કામના કરે છે અને સાથે વૈવાહિક જીવન સારું રહે તેને માટે પ્રાર્થના કરે છે. હિંદુ માન્યતાઓ અનુસાર કેટલાક ઉપાય છે જેને કરવા ચોથના દિવસે કરી લેવામાં આવે તો પતિ પત્નીના સંબંધોમાં મધુરતા વધે છે અને સાથે જીવન ખુશીઓથી ભરપૂર રહે છે. તો જાણો કયા ઉપાયો કરવા.

જાણો સોળ શણગારનું મહત્ત્વ

આ દિવસે માતા પાર્વતીને પૂજાના સમયે સોળ શણગાર ચઢાવો. જીવનમાં ખુશીઓ કાયમ રહેશે. આ સિવાય મહિલાઓએ સોળ શણગાર સજી વ્રત કરવાથી જીવનમાં ખુશી વધશે. ધ્યાન રાખો કે આ સમયે હાથમાં 1 ગ્રીન બંગડી અચૂક હોય.

ભગવાન ગણેશને ચઢાવો આ ભોગ

કરવા ચોથની પૂજાના સમયે ભગવાન ગણેશને ગોળનો ભોગ લગાવો. માન્યતા છે કે તેનાથી પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. આ સિવાય દામ્પત્ય જીવનમાં કોઈ સમસ્યા ન આવે તે માટે ભગવાન ગણેશજી સામે સિદ્ધિવિનાયક મંત્રનો જાપ કરીને પૂજા અર્ચના કરો.

આ નિયમોનું પાલન કરવું જરૂરી

કરવા ચોથના દિવસે મહિલાઓએ ધ્યાન રાખવું કે આ સમયે ક્યારેય કાળો કે સફેદ રંગ ન પહેરવો. તેના બદલે લાલ, પીળો, લીલો, નારંગી, ગુલાબી કે અન્ય રંગના કપડા પહેરો.કરવા ચોથના દિવસે રંગીન કપડા ધારણ કરવા સિવાય સોળ શણગાર કરો. આ સાથે પૂજા પૂરી થયા બાદ ઘરના વડીલોના આશીર્વાદ લો. 

  • Follow us on: