• તર્પણ કરતી સમયે અંગૂંઠાનો કરો ઉપયોગ
  • સવારે 11.30થી 12.30ની વચ્ચે જ તર્પણ કરવું જરૂરી
  • જળ આપવા માટે દક્ષિણ દિશામાં મોઢું રાખીને બેસવાથી લાભ થશે

પિતૃપક્ષની શરૂઆત થઈ ચૂકી છે એવામાં પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમને તૃપ્ત કરવા માટે પિતૃઓના શ્રાદ્ધ કર્મ, તર્પણ અને પિંડદાન કરાય છે. ઉલ્લેખનીય છે કે શ્રાદ્ધ 14 ઓક્ટોબર સુધી ચાલશે. આ સમયે પિતૃઓના આર્શિવાદ કેટલીક નાની વાતોનું ધ્યાન રાખવાથી જ મળી જાય છે. માન્યતા છે કે પિતૃઓ 16 દિવસ સુધી પિતૃલોકથી આવે છે અને ધરતી પર વંશજોની વચ્ચે રહે છે. એવામાં તેમને ખુશ કરવા માટે, તેમની આત્માની મુક્તિ માટે પિંડદાન, તર્પણ અને દાન-પુણ્ય કર્મ કરાય છે. આ કાર્યો કરવાથી પિતૃઓના મોક્ષની પ્રાપ્તિ થાય છે. વંશજોથી પ્રસન્ન થઈને તેઓ તેમને આર્શિવાદ આપે છે. આ સમયે પિતૃઓને જળ અર્પણ કરવાનો નિયમ પણ છે. પણ શું તમે જાણો છો કે આ માટેનો યોગ્ય સમય કયો છે.

જાણો કયા સમયે પિતૃઓને આપવું જોઈએ જળ

શાસ્ત્રોના અનુસાર શ્રાદ્ધના સમયે પિતૃઓના તર્પણ કરવાથી તેમને શાંતિ મળે છે પણ આ માટે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં અંગૂંઠાનો ઉપયોગ કરાય. ધાર્મિક ગ્રંથોમાં કહેવાય છે કે જે રીતે અંગૂઠો છે તે રીતે પિતૃ તીર્થ છે. આ રીતે તર્પણ કરવાથી પિતૃઓ જળ ગ્રહણ કરે છે અને તેમની આત્માને શાંતિ મળે છે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખવું કે તર્પણ સવારે 11.30થી 12.30ની વચ્ચે કરો. આ પિતૃઓના તર્પણનો સૌથી સારો સમય છે. આ સમયે તાંબાના લોટાનો ઉપયોગ કરવો.

પિતૃઓને જળ કેવી રીતે આપશો

પિતૃઓને જળ આપવા માટે હંમેશા દક્ષિણ દિશામાં મોઢું કરીને બેસવું, આ માટે હાથમાં જળ, દર્ભ, ચોખા, કાળા તલ લો અને હાથ જોડીને પિતૃઓનું ધ્યાન કરો. તેમની પૂજા કરો. તેમને જળ ગ્રહણ કરવાની પ્રાર્થના કરો. હવે અંજલિ મુદ્રામાં 11 વાર જળ જમીન પર મૂકો.

જાણો ઘરમાં ક્યાં લગાવવો પિતૃઓનો ફોટો

વાસ્તુ અનુસાર દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં પિતૃઓનું મોઢું હશે તો આ માટે પિતૃઓનો ફોટો ઉત્તર દિશામાં લગાવવો. તેનાથી તેનું મોઢું દક્ષિણમાં રહેશે. આ વાતનું પણ ધ્યાન રાખો કે પિતૃઓનો ફોટો બેડરૂમ કે લિવિંગ રૂમમાં ન લગાવો. તેનાથી ઘરના સભ્યોની હેલ્થ પર અસર થાય છે. 

  • Follow us on: