- લસણ, ડુંગળી વાળું ભોજન શ્રાદ્ધની થાળીમાં ન પીરસવું
- શ્રાદ્ધનું ભોજન પીરસવા માટે કેળાના પાનનો કે પતરાળીનો ઉપયોગ કરો
- પિતૃઓની પસંદની એક વસ્તુ થાળીમાં અચૂક પીરસો
પિતૃ પક્ષન કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઈ છે અને તે 16 ઓક્ટોબરે સમાપ્ત થશે. શ્રાદ્ધમાં પિતૃઓના પિંડદાન, તર્પણ અને અન્ય કર્મકાંડ કરાય છે. આ રીતે શ્રાદ્ધમાં ભોજન કરવાનું પણ વિધાન છે.
શ્રાદ્ધમાં ભોજન 5 જગ્યાઓએ કાઢવામાં આવે છે
માન્યતા છે કે શ્રાદ્ધમાં કરાવાયેલું ભોજન પિતૃઓ સુધી પહોંચે છે અને તેમની આત્મા તૃપ્ત થાય છે. શ્રાદ્ધનું ભોજન અન્ય દિવસની તુલનામાં અલગ હોય છે. તેમાં લસણ, ડુંગળી, મસૂરની ગાળ જેવી ચીજો વર્જિત હોય છે. આ ભોજન 5 જગ્યાઓ પર રખાય છે. બ્રાહ્મણોને પણ આ ભોજન કરાવાય છે. પણ શ્રાદ્ધમાં ભોજન બનાવવાનું નહીં પણ પીરસવાના પણ કેટલાક નિયમ હોય છે અને તેનું પાલન કરવું જોઈએ. તો જાણો શું છે શ્રાદ્ધનું ભોજન પીરસવાની વિધિ.
આ રીતે પીરસો શ્રાદ્ધનું ભોજન
- શ્રાદ્ધમાં પિતૃ પાત્ર એટલે કે પિતૃઓને માટે પીરસાયેલી થાળીને હંમેશા ઊંધી દિશામાં રાખો અને ભસ્મની રેખા બનાવો.
- ભોજન પીરસવા માટે કેળાના પાન પર મોહા નામના વૃક્ષના પાનની પતરાળીનો ઉપયોગ કરો. આ માર્કેટમાં સરળતાથી મળી રહે છે
- શ્રાદ્ધની થાળીમાં ભૂલથી પણ અલગથી મીઠું પીરસવું નહીં
- રાંધેલું અન્ન જેમકે લાડુ હંમેશા હાથથી પીરસો અને અન્ય ચીજો ચટણી કે સલાડ માટે અન્ય કોઈ વસ્તુ જેમકે ચમચાનો ઉપયોગ કરો.
- થાળીમાં ભોજન પીરસતા પહેલા થાળીમાં દેશી ઘી લગાવી લો. વચ્ચેના ભાગમાં ચોખા પીરસો. આ પછી ખીર, ભાજી-તરકારીને પીરસો, આ પછી લીંબુ અને કચુંબર કે સલાડ અને સામે સાંભર, કઢી, પાપડ અને લાડુ પીરસો. આ પછી ચોખામાં દેશી ઘી ઉમેરો અને વધાર વિનાની દાળ પીરસો.
શું રાખશો ધ્યાન
- શ્રાદ્ધમાં બનતા ભોજનમાં ઓછામાં ઓછી એક ચીજ બનાવો જે તમારા પિતૃઓને પસંદ હતી.
- શ્રાદ્ધનું ભોજન પીરસતી સમયે મનમાં ભેદભાવનો વિચાર ન રાખો.
- જ્યાં સુધી શ્રાદ્ધની વિધિ પૂરી ન થાય ત્યાં સુધી ઘરના નાના બાળકો, મહેમાનો અને કોઈ પણ અન્ય સભ્યને અન્ન ન આપો.