• દર વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ થાય
  • અંબાજી મંદિરમાં સમગ્ર મંદિર પરિષદની સાફ-સફાઈ
  • ગબ્બરના ચઢાણના માર્ગમાં ૐની આકૃતિ દેખાય છે

ભાદરવી પૂનમ મહા મેળા બાદ દર વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ થાય છે જેમાં અંબાજી મંદિરમાં સમગ્ર મંદિર પરિષદની સાફ-સફાઈ સહિત માં અંબા નિજ મંદિરમાં સાફ-સફાઈ તથા પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પ્રક્ષાલન વિધિનો પ્રારંભ કરી માતાજીના વાહનો માતાજીના દાગીના સહિત આરતીની સામગ્રી સહિતની તમામ ચીજ વસ્તુઓની સફઈ કરી પ્રક્ષાલન કરવામાં આવે છે

પ્રક્ષાલન વિધિ એટલે શું?

આ પ્રક્ષાલન વિધિમાં અમદાવાદથી આવતા સોની પરિવાર પ્રક્ષાલન વિધિમાં સહયોગ આપી માતાજીના દર દાગીના માતાજીના વાહનોની મરામત તથા સાફ-સફાઈ કરી સોનાની એક ઘીની હારમાં ભેટ સ્વરૂપે ચડાવે છે. પ્રક્ષાલન વિધિ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે જેમાં કોટેશ્વર થી પવિત્ર સરસ્વતીનું જળ લાવી સરસ્વતી નદીના પવિત્ર જળથી અંબાજી મંદિર માં પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે મંદિરની પ્રણાલિકા મુજબ તારીખ01-10-23 રવિવારના રોજ માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે 01.30 કલાકે શરૂ થશે જેથી સદરહુ દિવસ પૂરતો માતાજીનો આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે

દર્શન સવારે 07.30 થી 11.30

દર્શન બપોરે 11.30થી 01.30

માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે 09.00 કલાકે રહેશે

તારીખ 02.10.23થી આરતી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે

અંબાજી ગબ્બરનો મહીમા

ગબ્બરના ચઢાણના માર્ગમાં ૐની આકૃતિ દેખાય છે. અંબાજી ખાતે આવેલ ગબ્બર પર બિરાજમાન માં અંબાના મંદિરનો મહીમા પણ લોકોમાં આસ્થાનુ સ્થાનધરાવે છે.ગબ્બર ઉપર શિલા ઉપર રથના પૈડાના નિશાન દુરથી પણ દેખાય છે. કહેવાય છે કે માતાજીના રથના પૈડાના નિશાન છે.વળી અહી મંદિરની જ્યોતમાં પણ ક્યારેક વાઘની મુખાકૃતિ દેખાય છે અને માતાજીનુ પ્રાગટય સ્થાન પણ ગબ્બર હોવાની માન્યતા છે.

જે અનુસાર જ્યારે સતીમાતાએ યજ્ઞકુંડમાં દેહત્યાગ કર્યો ત્યારે શિવજીએ માતાજીના દેહને હાથમાં લઈ તાંડવ કર્યુ અને તેઓ આકાશમાં નીકળ્યા ત્યારે માતાજીનુ હૃદય ગબ્બર ઉપર પડયુ અને ત્યારથી અહીં માતાજીની પૂજા થાય છે.તેમજ અંબાજી મંદિરમાં યંત્રની પૂજા કરવામાં આવે છે.આમ ગબ્બર પર માતાજી સાક્ષાત બીરાજમાન હોવાની માન્યતાને કારણે ગબ્બરનો મહીમા અનેરો છે.વળી ગબ્બર પર ચઢાણનો માર્ગ પણ જાણે ૐની આકૃતિ ધરાવે છે.


  • Follow us on: