- માર્ચ મહિનામાં અનેક મોટા તહેવારો
- માર્ચ મહિનાની શરૂઆતમાં કુલ 12 દિવસ બેંક બંધ રહેશે
- ઓનલાઈન કરી શકાશે બેંક સંબંધિત તમામ કામ
માર્ચ 2023ની શરૂઆત થવામાં છે અને આ મહિને હોળી સહિત અનેક તહેવારો પણ આવી રહ્યા છે. એવામાં તમે બેંક સંબંધિત અનેક કામ હોય તો તેને પ્લાનિંગ સાથે પૂરા કરી શકશો. આવતા મહિનાની શરૂઆત પહેલા જ તમે તમારા બેંકના તમામ કામનું પ્લાનિંગ રજા અનુસાર કરી લો. જેથી તમારે પરેશાન થવું નહીં પડે અને બેંકના ધક્કા પણ ખાવા પડશે નહીં. આવતા મહિના માટે RBIએ જાહેર કરેલી તારીખો અનુસાર 12 દિવસ સુધી બેંક બંધ રહેશે. તો જાણો તારીખો અને પ્લાન કરો તમારા કામ.
માર્ચમાં Holi સહિત છે આ તહેવારો
આ મહિને રંગોનું પર્વ ધૂળેટી પણ ઉજવાશે. આ સિવાય ગુડી પડવો, ઉગાડી, પહેલું નવરાત્ર, તેલુગુ નવું વર્ષ અને રામનવમી પણ આવી રહ્યા છે. તહેવાર અલગ અલગ રાજ્યોના આધારે અલગ અલગ રહેશે. આ આધારે રિઝર્વ બેંકે રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. વિવિધ તહેવારો અને આયોજનને ધ્યાનમાં રાખીને બેંકમાં પણ રજાઓ રાખવામાં આવશે. આ સિવાય માર્ચમાં રવિવાર અને બીજા- ચોથા શનિવાર સહિતની કુલ 6 રજાઓ રહેશે.
આ તારીખોએ બેંક રહેશે બંધ
- 3 માર્ચ - ચાપચર કૂટ
- 5 માર્ચ- રવિવારની રજા
- 7 માર્ચ- હોળીની રજા
- 8 માર્ચ- ધૂળેટીની રજા
- 9 માર્ચ - હોળીની રજા- પટનામાં રહેશે.
- 11 માર્ચ- અઠવાડિયાનો બીજો શનિવાર હોવાથી રજા રહેશે
- 12 માર્ચ- રવિવારની રજા રહેશે.
- 19 માર્ચ- રવિવારની રજા રહેશે.
- 22 માર્ચ- ગુડી પડવો, ઉગાડી, બિહાર દિવસ, પ્રથમ નવરાત્ર, તેલુગુ નવુવર્ષ
- 25 માર્ચ- ચોથો શનિવાર હોવાથી રજા રહેશે.
- 26 માર્ચ- રવિવારની રજા રહેશે
- 30 માર્ચ- રામનવમી હોવાથી બેંકો બંધ રહેશે.
ઓનલાઈન કરી શકાશે બેંકિંગના તમામ કામ
બેંકમાં રજા અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસોએ રહે છે. આ રાજ્યો અને શહેરોમાં અલગ દિવસોએ રજા રહે છે. બેંકની બ્રાન્ચ બંધ રહેવા છતાં તમે ઘરે બેઠા જ બેંક સંબંધિત ઓનલાઈન રીતે કામ પતાવી શકશો. આ સુવિધા 24*7 ચાલુ રહેશે.