• દુનિયાનો સૌથી વધુ વસ્તી વાળો દેશ છે ભારત
  • ભારત દેશ મોટામાં મોટી મુશ્કેલીઓ સામે લડવા સક્ષમ
  • ભારત ભવિષ્ય માટે આશા આપે છેઃ બિલ ગેટ્સ

કોરોના કાળ બાદ ભારતને દુનિયાએ વખાણ્યું છે. દેશ સૌથી વધારે ઝડપથી વધતી અર્થવ્યવસ્થાના રૂપમાં આગળ આવી રહ્યો છે. ઈકોનોમીની આ રફ્તાર હજુ પણ ચાલુ રહેશે તેવો ભરોસો દેખાડવામાં આવ્યો છે. અરબપતિ અને દુનિયાના પાંચમા સૌથી વધુ અમીર વ્યક્તિ બિલ ગેટ્સ અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડરે પોતાના બ્લોગ 'Gates Notes'માં કહ્યું કે ભારત ભવિષ્યને માટે એક આશા આપે છે. Bill & Melinda Gates Foundationના સહ અધ્યક્ષ બિલ ગેટ્સે બ્લોગમાં લખ્યું કે ભારત ભવિષ્ય માટે આશા આપે છે અને સાથે સાબિત કરે છે કે ભારત મોટી સમસ્યામાને એકવારમાં ઉકેલી શકે છે. ભલે દુનિયા અનેક સંકટનો સામનો કરી રહી હોય. ગેટ્સે એમ પણ લખ્યું કે તેમનું માનવું છે કે યોગ્ય ઈનોવેશન્સ અને ડિલિવરી ચેનલની સાથે દુનિયા એકસાથે અનેક મોટી સમસ્યાઓ સામે લડવામાં સક્ષમ બની શકે છે.

ભારતે પોતાને સાબિત કર્યું

એક રિપોર્ટ અનુસાર બિલ ગેટ્સે પોતાના બ્લોગમાં કહ્યું કે ભારત ભવિષ્ય માટે આશા આપવાનું કામ કરે છે. આ દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવા તરફ છે અને તેનો અર્થ સ્પષ્ટ છે કે તેમને મોટા પાયે ઉકેલવા માટે વધારે સમસ્યાને ખતમ કરી શકશે નહીં. આમ પણ ભારતે પોતાને સાબિત કર્યું છે કે દેશ મોટામાં મોટી ચેલેન્જ સામે લડવામાં સક્ષમ છે.

દેશની ઉપલબ્ધિઓના કર્યા વખાણ

બિલ ગેટ્સે ભારતના વખાણ કર્યા અને સાથે દેશના અનેક અભિયાનને પણ પોતાની પોસ્ટમાં સામેલ કર્યા જે મીલના પત્થર સાબિત થયા છે. તેઓએ એમ પણ લખ્યું કે ભારતે પોલિયોની શરૂઆત કરી, એચઆઈવી ટ્રાન્સમિશનને ઘટાડવામાં સફળતા મેળવી, ગરીબીને ઘટાડવા માટે મોટા પગલા લીધા છે. આ સિવાય ભારતમાં શિશુ મૃત્યુદરમાં ઘટાડો આવ્યો અને સ્વચ્છતા અને નાણાકીય સેવાઓ સુધી પહોંચવામાં વધારો થયો છે.ગેટ્સે પોતાના બ્લોગમાં કહ્યું કે ભારતે જે ઉલ્લેખનીય પ્રગતિ મેળવી છે તેનાથી સારા કોઈ પ્રમાણ નથી.

આવતા અઠવાડિયે ભારત આવી શકે છે બિલ Gates

આ સિવાય બિલ ગેટ્સે પોતાની નોટ્સમાં ભારત આવવાનો ઉલ્લેખ પણ કર્યો છે. તેઓએ કહ્યું કે હું આવતા અઠવાડિયે ફરીથી ભારત જઈ રહ્યો છું. જો કે મેં વર્ષોથી ઘણો સમય વીતાવ્યો છે પણ મહામારી બાદથી અહીં ગયો નથી.

દુનિયાના પાંચમા ધનિક વ્યક્તિ છે બિલ ગેટ્સ

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલેનિયર્સ ઈન્ડેક્સના અનુસાર બિલ ગેટ્સની કુલ નેટવર્થ 105.6 અબજ ડોલરની છે. આટલી સંપત્તિની સાથે તે દુનિયાના ટોપ 10 ધનિકોના લિસ્ટમાં પાંચમા નંબરે છે. ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટના કો- ફાઉન્ડરે એક મોટું રોકાણ પણ કર્યું છે. રિપોર્ટના આધારે તેઓએ લગભગ 902 મિલિયન ડોલરમાં હેનેકેન હોલ્ડિંગ એનવીમાં ભાગીદારી ખરીદી છે. 

  • Follow us on: