• અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડાથી રોકાણકારોને લાગ્યો ઝટકો
  • કંપનીને આપેલી લોનથી ચિંતિત નથી બેંક
  • હજુ પણ કંપનીને જરૂર હશે તો લોન આપશે BOB

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના આરોપો બાદ સતત અદાણી ગ્રૂપની મુશ્કેલીઓ વધી છે. આ સમયે ભારતની એક મોટી સરકારી બેંકે અદાણી ગ્રૂપને લઈને મોટી જાહેરાત કરી છે. જો કે બેંક ઓફ બરોડાએ હાલની સ્થિતિમાં અદાણી ગ્રૂપને માટે મોટા સમાચાર આપ્યા છે. બેંકનું કહેવું છે કે જો અદાણી ગ્રૂપ હાલમાં પણ બેંકથી લોન લેવા ઈચ્છે છે તો તેની પર વિચાર કરી શકાય છે.

શું કહ્યું બેંકે

બેંક ઓફ બરોડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ ચઢ્ઢાએ કહ્યું કે જો અદાણી ગ્રૂપ બેંકના અંડરસ્ટેન્ડિંગ સ્ટેન્ડર્ડને પૂરા કરે છે તો બેંક ઓફ બરોડા વધુ લોન આપવા તૈયાર છે. સાથે બેંકે એમ પણ કહ્યું કે અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં આવતા ઉતાર-ચઢાવથી તે ચિંતિત નથી.

શેયરમાં ઉતાર ચઢાવથી પરેશાન નહીં

એક રિપોર્ટ અનુસાર બેંક ઓફ બરોડાનું કહેવું છે કે સારા અને ખરાબ દિવસો આવતા જતા રહે છે. તેઓએ કહ્યું કે બેંકે પહેલા પણ જે લોન અદાણી ગ્રૂપને આપી છે તેને લઈને ચિંતિત નથી. આગળ પણ જો ગ્રૂપ નિયમોના આધારે અરજી કરે છે તો બેંક વધારે લોન આપવા પર વિચાર કરશે. તેઓએ અદાણી ગ્રૂપમાં બેંકના ઓવરઓલ એક્સપોઝરને માટે કેટલીક વાતો કહેવાનો ઈન્કાર કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં બેંક ઓફ બરોડાએ કહ્યું કે અદાણી ગ્રૂપને આપવામાં આવેલા ઉધારને લઈને કોઈ ચિંતા નથી. કેમકે બેલેન્સ શીટના આધારે છેલ્લા 3 મહિનામાં અદાણી ગ્રૂપના એક્સપોઝર એટલે કે અપાનારા રૂપિયા સમયની સાથે ઘટ્યા છે.

ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડાથી રોકાણકારોને તગડો ઝટકો લાગ્યો છે. હિંડનબર્ગના ખુલાસા બાદ ભારતીય રાજનીતિમાં આ મુદ્દા પણ ઉછળ્યા છે. વિપક્ષે કેન્દ્ર સરકાર પર બેંક અને એલઆઈસીના રૂપિયાને ડૂબાડવાનો આરોપ લગાવ્યો છે. જો કે વિપક્ષના આરોપ બાદ બેંકની તરફથી સફાઈ અપાઈ છે. સાથે એલઆઈસીએ કહ્યું કે હવે પણ અદાણી ગ્રૂપમાં તેમનું રોકાણ ફાયદામાં છે.

અદાણી ગ્રૂપમાં બેંકમાં કેટલા રૂપિયા

જમ્મૂ અને કાશ્મીર બેંકની તરફથી કહેવાયું છે કે હાલમાં તેમના અદાણી ગ્રૂપમાં 250 કરોડ રૂપિયાના એક્સપોઝર છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના અદાણી સમૂહમાં એક્સપોઝર લગભગ 27000 કરોડ રૂપિયાનું છે. જે તેના કુલ લોન બુકના લેવલના ફક્ત 0.8-0.9 ટકા છે. પંજાબ નેશનલ બેંકના 7000 કરોડ રૂપિયાનું લોન છે. એલઆઈસીનું કહેવું છે કે તેના અદાણી સમૂહ પર 36474.78 કરોડ રૂપિયાની લોન છે. આ ડેટ અને ઈક્વિટીના રૂપમાં છે.  

  • Follow us on: