• બેંકના કામ થશે પ્રભાવિત
  • શનિવારે હડતાળ હોવાથી રહેશે રજા
  • આ પછી રવિવારની પણ રહેશે રજા

જો તમારે બેંક સંબંધિત કોઈ કામ કરવું છે તો તમે આજ-કાલમાં તેને પતાવી લો તે જરૂરી છે. 19 નવેમ્બરે બેંકિંગ સેવાની સાથે એટીએમ સેવા પણ બાધિત થઈ શકે છે. બેંક કર્મચારીની હહતાળ પર જવાના કારણે બેંકના કામ પ્રભાવિત થશે. ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બરે બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોયમેન્ટ એસોસિયેશને એક દિવસની હડતાળની જાહેરાત કરી છે.

દેશભરમાં રહેશે હડતાળ

ઉલ્લેખનીય છે કે બેંક ઓફ બરોડાએ સ્ટોક એક્સચેન્જની પાસે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જાણકારી આપી છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોય એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ હડતાળ પર જવા માટે ઈન્ડિયન બેંક એસોસિયેશનને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં યૂનિયને માંગને લઈને 19 નવેમ્બર 2022ની હડતાળ પર જવાની વાત કહી છે. આ દિવસે કામકાજ ઠપ્પ રહેશે.

શું છે કર્મચારીઓનો પ્લાન

બેંકે કહ્યું કે હડતાળના દિવસે બેંક શાખાઓ અને ઓફિસમાં ઓપરેશન ચાલુ રાખીને તમામ પગલા લેવાશે પણ હડતાળ પર બેંક કર્મચારી જશે તો ઓફિસ અને ગ્રાહકોનું કામ પ્રભાવિત થશે. 19 નવેમ્બરે શનિવાર છે અને સાથે પછી રવિવાર હોવાથી 2 દિવસ કામમાં મુશ્કેલી આવી શકે છે.

તો તમે પણ આ તારીખને ધ્યાનમાં રાખી લો અને ફટાફટ તમારા બેંક સંબંધિત કામને પતાવી લો તે જરૂરી છે.  

  • Follow us on: