- US ડોલર સતત ગુમાવી રહ્યો છે તેની ચમક
- રોકાણકારો ડોલર છોડીને સોના-ચાંદી તરફ વળ્યા
- ડૉલર ઇન્ડેક્સ 100 ની નીચે જઈ શકે છે
સોના-ચાંદીની ચમક ફરી એકવાર વધવા લાગી છે. આ અઠવાડિયે તેમના ભાવમાં એક ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે અમેરિકામાં વ્યાજદરમાં સ્થિરતા અને ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડાની ધારણાને કારણે સોનામાં તેજી આવી છે. સાપ્તાહિક ધોરણે MCX પર સોનાની કિંમત 1.07 ટકા વધીને 61,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ચાંદીની કિંમત પણ 1.02 ટકા વધીને 73,915 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એટલે કે MCX પર સોનાની કિંમત તેની ઓલ ટાઇમ હાઇ નજીક પહોંચી ગઈ છે. MCX પર સોનાનો ઓલ ટાઈમ હાઈ રૂ. 61,914 છે. સોનું 16 નવેમ્બર 2023ના રોજ આ સ્તરે પહોંચ્યું હતું.
કોમોડિટી બજારના નિષ્ણાંતોના મતે US ડોલર સતત તેની શાઇન ગુમાવવાને કારણે રોકાણકારોમાં સોના અને ચાંદી તરફ આકર્ષણ વધ્યું છે. ડૉલર ઇન્ડેક્સ 103.50 ના સ્તરની નીચે બંધ થયો છે અને માનવામાં આવે છે કે તે 100 ની નીચે જઈ શકે છે. સાથે જ અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ વ્યાજ દરોમાં વધારાને રોકી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે. તેનાથી ડોલર પર વેચવાલીનું દબાણ વધ્યું છે અને તેનો ફાયદો સોના-ચાંદીને મળી રહ્યો છે. રોકાણકારો ડોલર છોડીને સોના અને ચાંદી તરફ વળ્યા છે.













