ભારતના લોકો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. દેશની કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ રેપોરેટને લઈને આજે મહત્વનો નિર્ણય લીધો છે. RBI (Reserve Bank of India)એ આજે રેપો રેટમાં 0.50 ટકાના ઘટાડાની જાહેરાત કરી. RBIએ રેપો રેટ 0.5 ટકા ઘટાડી 5.5 ટકા કર્યો. રિર્ઝવ બેંકે રેપો રેટમાં ઘટાડો કરતા લોન ધારકોને મોટી રાહત મળી છે. આજે રેપો રેટમાં ઘટાડો થતા વિવિધ પ્રકારની લોન સસ્તી થશે. આ વર્ષે રિઝર્વ બેંકે બે વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. અગાઉ એપ્રિલમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો.
રેપો રેટ ઘટતા લોન સસ્તી થશે
આરબીઆઈએ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરતા મધ્યમવર્ગને મોટી રાહત મળી છે. રેપો રેટ ઘટતાં હોમલોન, ઓટો લોન, પર્સનલ લોન જેવી વિવિધ પ્રકારની લોન સસ્તી થઈ શકશે. રિઝર્વ બેંકે વ્યાજદરમાં સતત ત્રીજીવાર ઘટાડો કર્યો છે. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમેટીની ત્રણ દિવસીય બેઠક આજે પૂર્ણ થઈ હતી. આ બેઠક બાદ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કહ્યું કે, RBIના બધા સભ્યોની સર્વસંમંતિથી વ્યાજ દરોમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIના આ પગલાના કારણે વિવિધ પ્રકારની લોનમાં તબક્કાવાર સુધારો થશે.
દેશની આ બેંકે ઘટાડ્યા વ્યાજદર
SBI એ તેના ધિરાણ દરમાં 0.25% ઘટાડો કર્યો છે. જયારે HDFC બેંકે લોન વ્યાજ દર ઘટાડ્યો છે જે તમારી આગામી વ્યાજ રીસેટ તારીખથી 0.25 ટકા ઘટાડવામાં આવશે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક આ બેંકે રેપો રેટમાં ઘટાડા સાથે તેના બેન્ચમાર્ક ધિરાણ દર 6.25% થી ઘટાડીને 6% કર્યો છે. દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે પણ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.
ભારતીય અર્થતંત્ર પર સકારાત્મક અસર
બજાર નિષ્ણાત RBIના રેપો રેટ ઘટાડાના નિર્ણયને આવકારે છે. નિષ્ણાત જણાવે છે કે ભારતીય અર્થતંત્ર પર આ ઘટાડાની સકારાત્મક અસર જોવા મળશે. આરબીઆઈ રેપોરેટ પોલીસીમાં વધુ સારી કામગીરી કરી રહી છે. મોનેટરી પોલીસીની બેઠક બાદ 0.25 વ્યાજદર ઘટવાની અપેક્ષા હતી પરંતુ 0.50 ટકાનો વધુ સારી બાબત કહેવાય. રેપોરેટના આ ઘટાડાથી અર્થતંત્રને વેગ મળશે. રેપો રેટ ઘટાડાની સૌથી વધુ રાહત મધ્યમવર્ગ અને ગ્રામીણ લોકોને થશે. હાલમાં સરકાર ગ્રામીણ અર્થવ્યવસ્થા સુધારવા પ્રયાસ કરી છે અને રેપો રેટનો ઘટાડો વિકાસ તરફ આગેકૂચ કરશે.
સામાન્ય રીતે ખેડૂતો ટ્રેકટરની ખરીદ જેવા કામમાં અને નાના વેપારીઓ જથ્થાબંધ સ્ટોકની ખરીદી કરવાને લઈને લોન લેતા હોય છે. રેપો રેટ ઘટતા લોન સસ્તી થશે અને સમયસર તેઓ તેની ચૂકવણી કરી શકશે. એવી આશા છે કે અત્યારે ભારતનો જીડીપી 6.5 ટકાની આસપાસ છે જે આગામી સમયમાં 7 થી 7.5 ટકાએ પહોંચવાનું અનુમાન છે.
રેપોરેટ ઘટતા લોન સસ્તી થશે (EMI)
રેપો રેટમાં ઘટાડાથી લોન સસ્તી થશે. તેને આપણે સરળ શબ્દોમાં સમજીએ. કોઈ ધારકે 50લાખની લોન લીધી હોય તો તેના પર દરમહિને લોનની ચૂકવવી પડતી કિમંતમાં (EMI) 1,476 રૂપિયાનો ઘટાડો થશે. ધારકને 50 લાખની લોન પર 1 ટકાની રાહત એટલે કે 2,974 રૂપિયાની રાહત મળશે. બીજા અર્થમાં તેને બચત પણ કહી શકીએ. RBI અનુસાર બેંકોએ પણ વ્યાજ દરમાં ઘટાડો કરવો પડશે.