- હરિયાણા રૂ. 5.36 લાખ કરોડના જીએસડીપી સાથે ત્રીજા સ્થાને
- 6.7 ટકાના CAGR સાથે મધ્યપ્રદેશ ચોથા ક્રમે
- આંધ્ર પ્રદેશ રાજ્યની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
ગુજરાત ભારતનું એવું રાજ્ય છે જે સતત 9 વર્ષથી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિની દ્રષ્ટિએ નંબર વન રહ્યું છે. સૌથી ઝડપથી વિકસતા રાજ્ય ગુજરાતે છેલ્લા નવ વર્ષમાં તેના જીડીપીમાં વૃદ્ધિ કરી છે. RBI દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 8.2 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)થી FY12માં રૂ. 6.16 લાખ કરોડથી વધીને FY21માં રૂ. 12.48 લાખ કરોડ થયું હતું, તે મહારાષ્ટ્ર પછી ભારત બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય જીડીપી પણ ધરાવે છે, જેની GSDP રૂ. 18.89 લાખ કરોડ છે.
જીડીપી વૃદ્ધિની દ્રષ્ટિએ કર્ણાટક બીજા ક્રમે આવે છે. જેની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2012માં રૂ. 6.06 લાખ કરોડથી વધીને નાણાકીય વર્ષ 21માં 7.3 ટકાના સીએજીઆર સાથે રૂ. 11.44 લાખ કરોડ થઈ છે અને કર્ણાટક ચોથું સૌથી મોટું રાજ્ય અર્થતંત્ર છે. હરિયાણા નાણાકીય વર્ષ 2021માં રૂ. 5.36 લાખ કરોડના જીએસડીપી સાથે ત્રીજા સ્થાને છે. નાણાકીય વર્ષ 2012માં રાજ્યનો જીએસડીપી રૂ. 2.97 લાખ કરોડ હતો, રાજ્યની અર્થવ્યવસ્થા વાર્ષિક ધોરણે 6.8 ટકા વૃદ્ધિ પામી છે. તો અન્ય તરફ 6.7 ટકાના CAGR સાથે, મધ્યપ્રદેશ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોની યાદીમાં ચોથા ક્રમે છે. રાજ્યમાં FY21માં GDPમાં રૂ. 3.16 લાખ કરોડથી વધીને FY21માં રૂ. 5.65 લાખ કરોડ થયો હતો. એમપી પછી આંધ્રપ્રદેશ આવે છે, જેણે નાણાકીય વર્ષ 21 માં 6.5 ટકાનો વાર્ષિક GSDP વૃદ્ધિ દર નોંધાવ્યો હતો, જે FY12 માં રૂ. 3.79 લાખ કરોડ હતો. આંધ્ર પ્રદેશ રાજ્યની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ હતી.













