- 31મી ડિસેમ્બર પહેલા ડિમેટ એકાઉન્ટ્માં નોમિની એડ કરવા જરૂરી
- 31મી ડિસેમ્બર સુધી આઈટીઆર ફાઈલ લેઈટ ફી ભરીને કરી શકો છો
- આઈટીઆર ફાઈલિંગ કરવા માટે તમારે લેઈટ ફી 5000 રૂપિયા ભરવી પડશે
વર્ષ 2023 પૂર્ણ થવાને આરે છે અને આપણે ન્યૂયર 2024ને આવકારવા તૈયાર છીએ, પરંતુ તે પહેલાં કેટલાક ફાઈનાન્સને લગતા કામો પતાવી લેવા પણ જરૂરી છે, જેના માટે છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર, 2023 છે. જ્યારે મફતમાં આધાર અપડેટ કરવા સહિત કેટલાક કામો માટે 2024 સુધીનો સમય છે. પરંતુ, એવા કયા કામ છે જે ફાઈનાન્સિયલ ક્ષેત્રને લગતા છે જે 31મી ડિસેમ્બર, 2023થી પહેલા કરવા જરૂરી છે, તો ચાલો જાણીએ એ 5 કામો વિશે.!
બેંક લોકર્સ ન્યુ એગ્રીમેન્ટ
31મી ડિસેમ્બર 2023 પહેલા બેન્ક લોકર માટે નવો એગ્રીમેન્ટ જમા કરવો જરૂરી છે, આરબીઆઈના નિયમ પ્રમાણેં બેંકમાં લોકરની સુવિધા મેળવતા ગ્રાહકો માટે દર વર્ષે નવા એગ્રીમેન્ટ પર સહી કરવી જરૂરી છે. જેથી તેની આખરી તારીખ પહેલા તમારા કામ પતાવી લો.
ડિમેટ એકાઉન્ટ્સ – એડ નોમિની
જો તમે ડિમેટ ખાતા ધારક છો તો તમારે નોમિની એડ કરવા જરૂરી છે. 31મી ડિસેમ્બર પહેલા તમારા ડિમેટ એકાઉન્ટથી નોમિનીનું નામ એડ કારાવી લો. તે સિવાય તમે એકાઉન્ટથી એડ નોમિની નામને હટાવી પણ શકો છો. એક ખાતા સાથે તમે 3 નોમિની નામો જોડી શકો છો. જો આવુ નથી કરતાં તો 1લી જાન્યુઆરી, 2024થી તમારા ખાતાને ચાલુ રાખવા માટે તમારે સમસ્યનો સામનો કરવો પડી શકો છે.
સીમ કાર્ડ નિયમો
31મી ડિસેમ્બર, 2023 સુધી તમે નવા સીમ કાર્ડને ફક્ત ડોક્યુમેન્ટથી જ ખરીદી શકો છો. પરંતુ, 1લી જાન્યુઆરી, 2024થ સીમકાર્ડ ખરીદવાના નિમયોમાં ફેરફાર થઈ જવાના છે. વર્ષ 2024થી નવા સીમકાર્ડ ખરીદતા પહેલા તમારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ટેલિકોમ કંપનીથી તમે નવા સીમ કાર્ડ માટે ઈ-કેવાયસી પણ કરાવી શકો છો.
યુપીઆઈ આઈડી એક્ટિવ..?
ગત એક વર્ષમાં જો તમે તમારુ યુપીઆઈ આઈડી ઉપયોગમાં લીધું નથી, તો ઝડપથી જ તેનો ઉપયોગ કરી લો. જો એવું નહીં કરો તો તમારું યુપીઆઈ આઈડી બંધ પણ થઈ શકે છે. બધા જ યુપીઆઈ યુઝર્સ માટે આ ગાઈડલાન જાહેર કરવામાં આવી છે. ભલે ને તમે ફોન પે, ગુગલ પે, પેટીએમ જેવા ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કેમ ના કરી રહ્યાં હોવ, 31મી ડિસેમ્બર, 2023 થી પહેલા ઈનએક્ટિવ યુપીઆઈ આઈડીને એક્ટિવ કરવું જરૂરી છે.
આઈટીઆર ફાઈલિંગની છેલ્લી તારીખ
જો તમે અત્યાર સુધી આઈટીઆર ફાઈલ નથી કરી શક્યા તો તે લેઈટ ફી ભરીને કરી શકો છો. 31મી ડિસેમ્બરથી પહેલાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં તમે લેઈટ ફી સાથે આઈટીઆર ફાઈલિંગ કરાવી શકો છો. જેના તમારે 5000 રૂપિયા દંડ ભરવો પડશે. જો કે, જેમની કુલ વાર્ષિક આવક 5 લાખથી ઓછી છે તેઓએ લેઈટ ફી નો 1000 રૂપિયા દંડ છે. જ્યારે 31મી ડિસેમ્બર, 2023 પછી તેના 5000 રૂપિયા દંડ થઈ શકે છે.