• લસણના ભાવ હાલ સાતમા આસમાને
  • માર્ચ સુધી લસણના ભાવ ઓછા થશે 
  • લસણના પાકને નુકસાન ભાવ વધવાનું મોટું કારણ 

ડુંગળી બાદહવે શિયાળામાં લસણના ભાવ મોંઘવારીના આંસુ રોવડાવી રહી છે. લસણની કીંમતોમાં એકાએક થયેલા વધારાએ રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. ગત કેટલાક અઠવાડિયાથી લસણની કીંમતોમાં ભારે વધારો થયો છે. લસણના ભાવમાં સતત વધારો નોંધાયો છે. દેશમાં છૂટક બજારમાં લસણના ભાવ 300થી 400 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. આના લીધે જથ્થાબંધ બજારમાં આની કીંમત 150થી 250 સુધી પહોંચી ગયા છે.

 લસણના વધતા ભાવનું કારણ શું?

ચોખા, દાળ અને ડુંગળીના વધેલા ભાવ પહેલાં જ લોકોના ઘરનું બજેટ ખોરવી દીધું છે ત્યારે થોડા સમયથી ડુંગળીના ભાવ ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે લસણના ભાવમાં આવેલા વધારા પાછળ બે કારણ છે. પ્રથમ આ વખતે હવામાન ખરાબ હોવાથી લસણના પાકને ખૂબ નુકસાન થયું છે. જેથી લસણના ઉત્પાદનમાં ખરાબ અસર પડી છે.

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપી મુખ્ય લસણ ઉત્પાદક રાજ્યોમાંથી એક છે. અહીં કમોસમી વરસાદે લસણના પાક પર હાલ ખરાબ અસર નાખી છે. ઉપરાંત ખરીફ પાકની કાપણીમાં વિલંબને લીધે સપ્લાઈ ચેઈન પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. આની અસર લસણના ભાવ પર જોવાઈ રહી છે.

 ક્યાં સુધી વધશે લસણના ભાવ

બજાર સૂત્રો અનુસાર વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધી છૂટક બજારમાં લસણની કીંમત 250થી 350 રૂપિયા કિલો વચ્ચે થઈ શકે છે. આવામાં સામાન્ય લોકોને હાલ લસણના વધેલા ભાવથી કોઈ રાહત નહીં મળવાની. નિષ્ણાતોનું માનીએ તો જાન્યુઆરી પછી ભાવમાં થોડો ફેર જરૂર પડશે. પરંતુ લસણના ભાવ સામાન્ય સ્તરે આવતા માર્ચ સુધીનો સમય લાગી શકે છે.


  • Follow us on: