• નાણાકીય વર્ષ-2023-24માં ભારતમાં સોનાની આયાત 30 ટકા વધી 45.54 અબજ ડોલર થઈ
  • સ્વિટર્ઝલેન્ડ સોનાની આયાતનો સૌથી મોટો સ્ત્રોત
  • ઉંચી કિંમતને લીધે સોનાની આયાતમાં ભારે ઘટાડો જોવા મળ્યો


ભારતમાં સોનાની આયાતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને લીધે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈમાં 4.23 ટકાથી ઘટીને 12.64 અબજ ડોલર રહ્યો. સોનાની આયાતે દેશના ચાલુ ખાતા ખાધ પર અસર થઈ છે. ગત વર્ષે આ સમયગાળામાં આ 13.2 અબજ ડોલર હતો. સરકારી આંકડાઓ અનુસાર, એકલાઈ જુલાઈમાં આયાત 10.65 ટકા ઘટી 3.13 અબજ ડોલર રહી છે. જ્યારે ગત વર્ષે આ મહિનામાં આ 3.5 અબજ ડોલર હતો. જાણકારો પ્રમાણે સોનાના ભાવમાં રેકોર્ડ વૃદ્ધિથી માંગ ઓછી થઈ છે. આની અસર આયાત પર પડી જેથી આયાતામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 


ઉંચા ભાવ આયાતને નિરાશ કરી રહી છે

જો કે, એપ્રિલમાં આયાત વધીને 3.11 અબજ ડોલર થઈ ગયો છે, જે એપ્રિલ-2023માં એક અબજ ડોલર હતો. ઉંચા ભાવ આયાતને ઉત્સાહમાં ઘટાડો કરે છે. પરંતુ સપ્ટેમ્બરમાં આમાં તેજી આવશે. કારણ કે, ભારતમાં તહેવોરની સિઝન શરૂ થઈ જશે. જેથી સોનાની આયાતમાં કાપનો લાભ નહિ મળે. સરકારે સોના અને ચાંદીની કસ્ટમ ડયૂટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરી નાખી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓમાં ઉછાળાની વચ્ચે 14 ઓગસ્ટે દિલ્હીમાં સોનાની કિંમત 300 રૂપિયા વધીને 73,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે, એક તોલા થઈ છે.

સ્વિટર્ઝલેન્ડ સોનાની આયાતનો સૌથી મોટો સ્ત્રોત

નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સોનાની આયાત 30 ટકા વધીને 45.54 બિલિયન ડોલર થઈ ગઈ છે. સ્વિટર્ઝલેન્ડ દેશ સોનાની આયાતનો સૌથી મોટો સ્ત્રોત છે, જે લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (16 ટકાથી વધુ) અને દક્ષિણ આફ્રિકા (આશરે 10 ટકા) આવે છે. દેશની કુલ આયાતમાં કિંમતી ધાતુઓનો હિસ્સો પાંચ ટકાથી વધુ છે.


  • Follow us on: