• નવરાત્રીના પર્વને લઇ IRCTCનો નિર્ણય
  • માઇભક્તોને IRCT વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરાવવામાં આવશે
  • IRCTCએ આ ટૂર પેકેજ હેઠળ એક વ્યક્તિ માટે 9145 રૂપિયા નક્કી કર્યા

શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થવાનો છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર રવિવાર 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 23 ઓક્ટોબર 2023 મંગળવારના રોજ સમાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન માટે માઇભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. તેવામાં માઇભક્તો માટે સારા સમાચાર છે. IRCTC તમારા માટે ખૂબ જ સસ્તા દરે ટૂર પેકેજ લઈને આવ્યું છે.

નવરાત્રીના પર્વને લઇ IRCTCનો શું છે નિર્ણય?

લોકોની આ ઈચ્છાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) માતા વૈષ્ણોદેવી દર્શન ટુર પેકેજ ખૂબ જ સસ્તા દરે લાવી છે. આ ટૂર પેકેજની ખાસ વાત એ છે કે માતા વૈષ્ણોદેવીના માઇભક્તોને IRCT વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરાવવામાં આવશે. આ ટૂર પેકેજ રવિવાર, ઓક્ટોબર 15થી શરૂ થશે અને મંગળવાર, 23 ઓક્ટોબર, 2023 ના રોજ સમાપ્ત થશે. જોકે, મંગળવાર 17 ઓક્ટોબરે આ ટ્રેન વચ્ચે દોડશે નહીં. આ ટૂર પેકેજ 1 રાત અને 2 દિવસનું હશે.

રેલવે મુસાફરી પહેલા આ ખાસ બાબતનું રાખવુ પડશે ધ્યાન

આ ટૂર પેકેજ હેઠળ માતા વૈષ્ણોદેવીના માઇભક્તોએ સવારે 6 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22439 પકડવાની રહેશે. આ ટ્રેન બપોરે 2 વાગ્યાની આસપાસ કટરા ખાતે શ્રદ્ધાળુઓ સુધી પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી જેવા સ્ટેશનો પર ઉભી રહેશે.

આ ટૂર પેકેજમાં શ્રદ્ધાળુઓને કટરા રેલ્વે સ્ટેશનથી સીધા હોટેલમાં લાવવામાં આવશે. જ્યાં ભોજન અને થોડો આરામ કર્યા પછી તમને બાણગંગા સુધી છોડી દેવામાં આવશે. અહીંથી ભક્તો માતા વૈષ્ણો દેવીના દર્શન માટે રવાના થશે. દર્શન કર્યા પછી પાછા ફરવા પર, તમને તે જ હોટેલમાં પાછા લાવવામાં આવશે. જ્યાં તમને સવારે નાસ્તો અને લંચ મળશે. આ પછી તમને કટરા રેલ્વે સ્ટેશન લાવવામાં આવશે, ત્યાંથી તમે વંદે ભારત ટ્રેન નંબર 22440 માં ચડશો અને બપોરે 3 વાગ્યે પાછા દિલ્હી માટે રવાના થશો. 12.25ની આસપાસ નવી દિલ્હી સ્ટેશન પહોંચશે.

આ ટૂર પેકેજ માટે માઇભક્તોને કેટલું ચૂકવવું પડશે ભાડું 

IRCTCએ આ ટૂર પેકેજ હેઠળ એક વ્યક્તિ માટે 9145 રૂપિયા નક્કી કર્યા છે. જ્યારે બે વ્યક્તિ માટે 7660 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને ત્રણ લોકો માટે 7290 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત, 5 થી 11 વર્ષની વયના બાળક માટે, બાળક દીઠ 6055 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે.

આ રીતે કરો બુકિંગ

જો તમે પણ આ ટૂર પેકેજ હેઠળ નવરાત્રિના અવસર પર માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ઈચ્છો છો, તો તમે IRCTCની સત્તાવાર વેબસાઈટ www.irctctourism.com પર જઈને તમારી ટિકિટ બુક કરાવી શકો છો . આ સાથે, તમે 9717641764, 9717648888, 8595930980, 8595930955, 8287930712 અને 0172-4645795 નંબરો પર કૉલ કરીને પણ તમારી ટિકિટ બુક કરાવી શકો છો.

  • Follow us on: