- બજેટને લઈ ઘણા લોકો જગન્નાથ પુરી જવાનું ટાળતા હોય છે
- IRCTCનું જગન્નાથપુરીનું આ ટુર પેકેજ એકદમ તમને પરવડે તેવું છે
- પરિવારની સાથે જગન્નાથપુરીના દર્શન કરી ધન્ય બનો
જગન્નાથ પુરી એક એવું સ્થળ છે, જ્યાં દરેક જવા માગે છે. પરંતુ ઘણા લોકોનું આ સપનું પૂર્ણ નથી થઈ શકતું, કારણ કે, તેઓનું બજેટ ઓછું હોય છે અને તેઓ એ વાતને લઈ હંમેશા ચિંતિત હોય છે. જો તમે પોતાનું બજેટની અંદર જગન્નાથ પુરીનો પ્રવાસ કરવા માગતા હોવ તો આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ તમારી માટે એકદમ પરફેક્ટ સાબિત થઈ શકે છે.
પરિવાર સાથે જગન્નાથપુરી જાઓ
જો તમે પરિવાર અથવા મિત્રોની સાથે જગન્નાથ પુરી જવાનું વિચારી રહ્યા હોવ તો IRCTC તમારી માટે ચાર રાત્રી અને પાંચ દિવસનો ટુર પેકેજ લઈને આવ્યું છે. ઓડિશાના આ પેકેજની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થશે. જે 30 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ ટુરની શરૂઆત ચંડીગઢથી થશે, જે પટણા સુધી ઈન્ડિગો એરલાઈન્સની ફલાઈટથી તમને ભુવનેશ્વર પહોંચાડશે.
ચિલ્કા, કોણાર્ક અને પુરી
આ ટૂર પેકેજ ચિલ્કા, કોણાર્ક અને પુરી જેવા સ્થળોને આવરી લેશે. તમારી મુસાફરી, ભોજન, રહેઠાણ અને બધું જ આ ટૂર પેકેજમાં સામેલ છે. આ ટુર પેકેજ દ્વારા તમે પુરી, ભુવનેશ્વર સહિત અનેક સ્થળોના સુંદર નજારા જોઈ શકશો. આ પેકેજમાં કુલ સીટોની સંખ્યા 30 છે.
પેકેજમાં સામેલ દરેક ચીજ
ઓનલાઈન બુકિંગ કરવા માટે તમારે સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે, તો ત્યાંથી ઓફલાઈન બુકિંગ માટે તમારે નજીકના આઈઆરસીટીસીની ઓફિસે જઈ શકો છો. વાત કરીએ ભાડાની તો, આ ઓડિશા પેકેજને બુક કરવા માટે એક વ્યકિતને 34, 520 રૂપિયા પડશે. જો તમે આ ટુર પેકેજ માટે જગન્નાથ પુરી જતા હોવ તો તમારે રોકાણ માટે અને ખાવાની કોઈ વ્યવસ્થા નહીં કરવી પડે.. આ બધુ આ પેકેજમાં જ સામેલ છે.
ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ કરો
આવામાં જો તમે આખા પરિવાર સાથે જવા ઈચ્છતા હોવ તો જલ્દીથી બુકિંગ કરી શકો છો. એટલું જ નહિ આ પેકેજની સાથે યાત્રિકોને ટ્રાવેલ વીમો પણ મળશે. જો તમે પણ આઈઆરસીટીસીના આ ટુર પેકેજની સાથે જગન્નાથ પુરીની યાત્રા કરવા માગતા હોવ તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતથી બુકિંગ કરાવી શકો છો.
આ નંબર પર કોલ કરો
તમે પોતાના સગાં-સંબંધીઓ અથવા પરિવારની સાથે આઈઆરસીટીસીના આ ટુર પેકેજથી જગન્નાથ પુરીનો પ્રવાસ કરી શકો છો. આમાં તમારે એકવાર પૈસા જમા કર્યા પછી ખાવાનું અને રહેવાનું વિચારવું નહિ પડે. આ સિવાય પાંચ દિવસની પોતાની યાત્રા પણ પૂર્ણ કરીને પરત ઘરે આવી શકશો. જો તમારે આ ટુર પેકેજ સાથે સંકળાયેલ જાણકારી જોઈએ છે તે વોટેસએપ પર મેસેજ અથવા આ નંબર ઉપર કોલ કરી શકો છે. 85959 30980 આ ઉપરાંત આની 85959 30962 ઉપર પણ સંપર્ક કરી શકો છો.