- ભારતીય રેલવેએ સસ્તા ટુર પેકેજનું સુંદર આયોજન કર્યું છે
- વંદે ભારતથી વૈષ્ણોદેવી દર્શન કરાવાશે, એક ટિકિટમાં બધી સગવડ મળશે
- ભારતીય રેલવે દ્વારા બજેટ ફ્રેન્ડલી વૈષ્ણોદેવી ટુર પેકેજ
દરરોજ એક જેવા રૂટિનથી તમે કંટાળી ગયા હોવ તો મૂડ ફ્રેશ કરવા ફરવાની તક એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ રિફ્રેશમેન્ટ માટે તમે ટ્રેનનો પ્રવાસ કરી શકો છે. જે બીજી યાત્રા કરતાં વધુ રોમાંચક હોય છે. આગામી દિવસોમાં ઘણા તહેવારો આવી રહ્યા છે, આવામાં તમારી પાસે પણ ઘણી રજાઓ પણ વધી હશે. જેને તમે ઘરે જ પૂર્ણ ન કરી એનો સદઉપયોગ કરી શકો છે. આ તકનો ફાયદો ઉઠાવતા તમે આઈઆરસીટીસીનો સસ્તો વૈષ્ણોદેવી ટુર પેકેજ અપનાવી શકો છે.
જી હા, ભારતીય રેલવેએ સસ્તા ટુર પેકેજને રજૂ કર્યું છે. જે ઓછી કિંમતમાં માતા વૈષ્ણોદેવી ફરવા જવા માટે બેસ્ટ છે. સૌથી સારી વાત તો એ છે કે આ પુરું પેકેજ પોકેટ ફ્રેન્ડલી છે જે તમામ કેટેગરીના લોકો માટે ખુશીની વાત છે. આવો જાણીએ ભારતીય રેલવે તરફથી કેટલા રૂપિયામાં રહેવાનું, આવવા-જવાનું અને ખાવાની સાથે ટિકિટનું ભાડું કેટલા રૂપિયા સુધી થઈ શકે છે.
ભારતીય રેલવે દ્વારા બજેટ ફ્રેન્ડલી પેકેજ આઈઆરસીટીસીની વેબસાઈટ પર NDR01 કોડની સાથે લિસ્ટેડ છે. આ પ્રવાસ 13 ઓગસ્ટથી શરૂ થવાનો છે. જે દિલ્હીથી વૈષ્ણોદેવી જવાની યાત્રા શરૂ થશે. તમે કટરા અથવા જમ્મુ ઉતરી શકો છો. આ વેષ્ણોદેવી ટુર પેકેજ ચાર દિવસ અને ત્રણ રાત્રીનો છે.
IRCTC માતા વૈષ્ણોદેવી પેકેજનો ખર્ચ
રેલવે દ્વારા આયોજિત વૈષ્ણોદેવી ટુર પેકેજ 6795 રૂપિયાની શરૂઆતની કિંમતની સાથે આવે છે. આની સાથે તમારા માટે કેબ સર્વિસ, હોટલમાં રહેવાની સુવિધા, સવારનો નાસ્તો અને રાત્રીનું ભોજન આપવામાં આવશે. હોટલમાં રૂમ શેરિંગના હિસાબથી પેકેજની કિંમત જુદી-જુદી હોય છે.
વૈષ્ણોદેવી રેલવે ટુર પેકેજના ભાવની યાદી
સિંગલ વ્યકિતને 10395 રૂપિયા પડશે. જ્યારે ડબલને 7855 રૂપિયા ઉપરાંત ત્રણ વ્યકિત વૈષ્ણોદેવી યાત્રા જતા હોવ તો 6795 રૂપિયા પડશે. બાળકો હોય પાંચથી 11 વર્ષના તો તેના બેડના 6160 રૂપિયા જ્યારે 5થી 11 વર્ષના બાળકો બેડ વગર 5145 રૂપિયાનો ખર્ચ થશે.
વંદે ભારતથી વૈષ્ણોદેવી દર્શન
તમને જણાવી દઈએ કે આઈઆરસીટીસી તરફથી 15 ઓગસ્ટે પણ એક ટ્રેન ચલાવાશે. જેના પેકેજની શરૂઆતના કિંમત 7290 રૂપિયા છે. આ ટુર પેકેજ એક રાત અને બે દિવસનો છે. દિલ્હીથી કટરાનો પ્રવાસ રહેશે. જે વંદે ભારત રેલવેથી કરવામાં આવશે. આ પેકેજમાં રહેવાનું, જમવાનું, આવવા-જવાનું સામેલ છે.