• ઈશા અને આનંદ બન્યા ટ્વિન્સના માતા પિતા
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના રિટેલ બિઝનેસની સંભાળી રહી છે કમાન
  • ટીચર બનવાનું સપનું રહ્યું બાજુ પર, સંભાળ્યો બિઝનેસ

દેશના સૌથી મોટા અને અમીર વ્યક્તિ મુકેશ અંબાણી નાના બન્યા છે. ઈશા અંબાણીએ 2 જોડિયા અને સુંદર બાળકોને જન્મ આપ્યો છે. પીરામલ પરિવારે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. જોડિયા બાળકોમાં એક છોકરી અને એક છોકરો છે. પરિવારે બાળકોના નામ આદિયા અને કૃષ્ણા રાખ્યા છે. અંબાણી અને પીરામલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા ઈશાના લગ્ન

ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ પીરામલ ગ્રૂપના માલિક અજય અને સ્વાતિના દીકરા આનંદ પીરામલ સાથે થયા હતા. હાલમાં મુકેશ અંબાણીએ ઈશા અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના રિટેલ બિઝનેસની કમાન સોંપી છે. તેની સાથે તેની પર હવે 2 બાળકોની જવાબદારી પણ આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈશા અંબાણી ટીચર બનવા ઈચ્છતી હતી પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના બોર્ડમાં સામેલ થયા બાદ તે બિઝનેસ પણ કાબેલિયત સાથે સંભાળી રહી છે.

16 વર્ષે જ દુનિયામાં છવાઈ ઈશા અંબાણી

ઈશાનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે દુનિયાના સૌથી ઓછી ઉંમરના અબજપતિઓના ઉત્તરાધિકારીઓના લિસ્ટમાં તે બીજા નંબરે આવી હતી. ઈશા અંબાણીનો શરૂઆતનો અભ્યાસ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલથી થયો છે. આ પછી તે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. અહીં યેલ યુનિ.થી સાઈકોલોજી ભણીને તેઓએ સ્ટોનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસથી એમબીએનો અભ્યાસ કર્યો. શરૂઆતમાં તે એક ટીચર બનવા ઈચ્છતી હતી અને પછી હવે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો રિટેલ કારોબાર સંભાળી રહી છે.

નોકરીથી શરૂ કરી કેરિયર, હાલમાં 800 કરોડની છે માલકિન

ઈશા અંબાણીએ કેરિયર અમેરિકામાં મૈકિન્ઝે એન્ડ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટના રૂપમાં શરૂ કરી હતી. જો કે 2014માં તેમને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના બોર્ડમાં સામેલ કરી લેવાયા હતા. celebritynetworth.com અનુસાર ઈશા અંબાણીની કુલ નેટવર્થ 100 મિલિયન ડોલર પ્લસ એટલે કે લગભગ 800 કરોડની છે. 2015માં એશિયાની 12 સૌથી પાવરફૂલ અપકમિંગ બિઝનેસ વુમનના લિસ્ટમાં તેણે જગ્યા બનાવી હતી.

કોણ છે આનંદ પીરામલ

આનંદ પીરામલ પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી લઈ ચૂક્યા છે. તેમની પાસે હાવર્ડ બિઝનેસ સ્કૂલથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી પણ છે. તેઓએ એમબીએ હાર્વર્ડથી કર્યું છે. તેઓ રિયલ્ટીના સંસ્થાપક છે. જે ભારતની ફેમસ રિયલ એસ્ટેટ ફર્મમાંથી એક છે. પીરામલ રિયલ્ટીથી પહેલા આનંદ પીરામલ સ્વાસ્થ્યની સ્થાપના કરાઈ જે એક ગ્રામીણ સ્વાસ્થ્ય સેવા પહેલના આધારે રોજ 40 હજારથી વધુ રોગીની સારવાર કરે છે. આનંદ બિઝનેસ ગ્રૂપ પીરામલ સમૂહના કાર્યકારી નિર્દેશક છે. 

  • Follow us on: