ટ્રાન્ઝેક્શન લિમિટ વધશે
પંજાબ નેશનલ બેંકના જણાવ્યા અનુસાર, માસ્ટરકાર્ડ, રુપે અને વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડના તમામ પ્લેટિનમ વેરિઅન્ટ્સ માટે દૈનિક ATM ઉપાડની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1,00,000 રૂપિયા કરવામાં આવી શકે છે. તે જ સમયે દરરોજ 1,25,000 રૂપિયાના બદલે, ગ્રાહકો POS પર 3,00,000 રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકે છે. બેંકે કહ્યું કે RuPay સિલેક્ટ અને વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ માટે ATM રોકડ ઉપાડની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1,50,000 રૂપિયા કરવામાં આવશે. આ કાર્ડ્સ માટે POS ટ્રાન્ઝેક્શનની દૈનિક મર્યાદા 1,25,000 રૂપિયાથી વધારીને 5,00,000 રૂપિયા કરવામાં આવશે.
ગ્રાહકો આ રીતે વધારાવી શકે છે લિમિટ
PNBએ જણાવ્યું છે કે ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ એપ, PNB ATM, IVR અથવા બેઝ બ્રાન્ચ દ્વારા ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ફેરફારનો લાભ લે. આ સાથે PNBએ તેના ગ્રાહકોને કાર્ડની સુરક્ષા વિશે કહ્યું કે તેઓ તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને બેંક ખાતા સાથે સંબંધિત વ્યક્તિગત વિગતો કોઈની સાથે શેર ન કરે. હકીકતમાં, ઘણી વખત સાયબર ગુનેગારો ગ્રાહકોને કૉલ કરે છે અને ક્રેડિટ કાર્ડની જાણકારી માંગી લે છે. ક્રેડિટ લિમિટ વધારવાના બહાને તેઓ તેમની અંગત માહિતી મેળવે છે. આ પછી, તેઓ ગેરકાયદેસર રીતે ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.
અત્યારે શું છે લિમિટ
જેમની પાસે રૂપે અને માસ્ટર વર્ઝનમાં બેંકો દ્વારા જારી કરાયેલ ક્લાસિક ડેબિટ કાર્ડ્સ છે, તેમના માટે દૈનિક રોકડ ઉપાડની મર્યાદા રૂ. 25,000 છે, એક વખતની રોકડ ઉપાડની મર્યાદા રૂ. 20,000 છે અને POS વ્યવહારની મર્યાદા રૂ. 60,000 છે. વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડ ધરાવતા PNB ગ્રાહકો માટે, દૈનિક રોકડ ઉપાડ મર્યાદા રૂ. 50,000, એક વખતની રોકડ ઉપાડની મર્યાદા રૂ. 20,000 અને POS વ્યવહાર મર્યાદા રૂ. 1,25,000 છે.
ફ્રોડ કોલ અને મેસેજથી રહો સાવધાન
સાયબર છેતરપિંડીથી બચવા માટે, બેંકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પિન નંબર, ઓટીપી, ઈમેઈલ આઈડી જેવી વિગતો માગતા ઈ-મેઈલ, કોલ અને એસએમએસ યોગ્ય હોતા નથી. બેંક, આરબીઆઈ, ઈન્કમટેક્સ, પોલીસ અધિકારીઓ ક્યારેય ફોન કરીને ગ્રાહકો પાસેથી આવી વિગતો પૂછતા નથી. જો તમને ગેરકાયદેસર વ્યવહારની સહેજ પણ શંકા હોય, તો તરત જ તમારા કાર્ડનો પિન બદલો અથવા બેંકના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવનો સંપર્ક કરો.