• સોમવારે ઈઝરાયલ કરન્સી શેકેલમાં 2.5 ટકાનો ઘટાડો
  • બેંક ઓફ ઈઝરાયલ વિદેશી મુદ્રાનું કરશે વેચાણ
  • દુનિયાભરના બજારમાં યુદ્ધની અસર દેખાવા લાગી 

સમગ્ર દુનિયાની નજર હાલમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે. જેમાં આજે 5 દિવસ પછી કોઈ સમાધાનની શક્યતા જોવામાં આવી રહી નથી. ત્યારે આ વચ્ચે ઈઝરાયલ કરન્સી 'શેકેલ' સતત તૂટી રહી છે અને તેની કિંમત છેલ્લા ઘણાં વર્ષોના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. જે તેના છેલ્લા 7 વર્ષના નીચા સ્તરે છે.

આ અંગે એક રિપોર્ટ અનુસાર, સોમવારે ઈઝરાયલ કરન્સી શેકેલમાં 2.5 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે. માર્ચ 2020 પછી એક જ દિવસમાં શેકેલના ભાવમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ મંગળવારે પણ શેકેલના ભાવ હેઠળ જોવા મળ્યા હતા. હાલમાં શેકેલનું મૂલ્ય એક ડોલર સામે ઘટીને લગભગ 4 થઈ ગયું છે. જે 7-8 વર્ષના સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો છે.

નોંધનીય છે કે, ઇઝરાયેલના ચલણ શેકેલના મૂલ્યમાં અત્યાર સુધીમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો છે. મોટી આંતરરાષ્ટ્રીય કરન્સીની સરખામણીએ આ વર્ષે ડોલરની કિંમતમાં પહેલેથી જ વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે 2023માં લગભગ તમામ એશિયન કરન્સી દબાણ હેઠળ છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધથી શેકેલનું મૂલ્ય 2016 ની શરૂઆતથી સૌથી નીચા સ્તરે છે. શેકેલના ઘટતા મૂલ્યને ધ્યાનમાં રાખીને, બેંક ઓફ ઇઝરાયલે સોમવારે કહ્યું હતું કે તે ઓપન માર્કેટમાં 30 બિલિયન ડોલર જેટલુ જ વિદેશી મુદ્રાનું વેચાણ કરશે.

ઇઝરાયેલના ચલણ શેકેલના મૂલ્યમાં અત્યાર સુધીમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો છે. મોટી આંતરરાષ્ટ્રીય કરન્સીની સરખામણીએ આ વર્ષે ડોલરની કિંમતમાં પહેલેથી જ વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે 2023માં લગભગ તમામ એશિયન કરન્સી દબાણ હેઠળ છે. પશ્ચિમ એશિયાઈ દેશના યુદ્ધમાં પ્રવેશથી શેકલના મૂલ્યને અસર થઈ છે અને હવે મૂલ્ય 2016 ની શરૂઆતથી સૌથી નીચા સ્તરે છે.

વિવિધ દેશોના બજારો પર અસર થઈ

જ્યારે બીજી તરફ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધની અસર દુનિયાભરના બજાર પર વ્યાપક થઈ રહી છે. ઈઝરાયલના શેરબજારને પણ આ યુદ્ધની અસર થઈ છે. આ સિવાય લેબનોન, જોર્ડન અને ઇજિપ્ત જેવા પાડોશી દેશોના શેરબજાર, બોન્ડ માર્કેટ અને કરન્સી વગેરે પર પણ યુદ્ધની નકારાત્મક અસર પડી છે.


  • Follow us on: