- વાવણીની સિઝન પહેલાં સરકારે કિસાન સમ્માન નિધિ યોજનામાં બે હજાર રૂપિયા વધાર્યા
- રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલલાલ શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી
- નરેન્દ્ર મોદીની શપથવિધિ પહેલા ખેડૂતોની યોજનામાં રકમ વધારવાનો નિર્ણય લેવાયો
રાજસ્થાન સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. સીએમ ભજનલાલ શર્માએ ખેડૂત સન્માન નિધિમાં બે હજાર રૂપિયા વધારવાનો નિર્ણ/ લીધો છે. હવે રાજસ્થાનમાં ખેડૂત સન્માન નિધિ તરીકે આઠ હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમે જણાવ્યું કે અમે જે વાયદો કર્યો હતો તે હવે પૂરો કર્યો છે.નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનવાના એક દિવસ પહેલાં આ મોટી જાહેરાત કરી છે. એનડીએને બહુમત મળ્યા પછી શુક્રવારે નરેન્દ્ર મોદીને આગામી સરકાર બનાવવા ગઠબંધનના તમામ પક્ષોનો ટેકો મળ્યો છે. નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
સીએમ ભજનલાલ શર્માએ જાહેરાત કરી













