સોનાની કિંમત એક લાખને પાર પહોંચી છે. લોકો સોનાની જ્વેલરી ખરીદવા ઇચ્છે છે પરંતુ સોનું મોંઘુ હોવાને કારણે ખરીદી કરી શકતા નથી. ત્યારે આ બધા વચ્ચે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમે 40 હજાર કરતા પણ ઓછી કિંમતમાં 10 ગ્રામ સોનાની જ્વેલરી ખરીદી શકશે.


સોનાનો વધી રહ્યો છે ભાવ 

સોનાના ભાવમાં વધારો થતા લોકો હવે 22 અને 18 કેરેટ નહી પણ 9 કેરેટના ઘરેણાની ખરીદીમાં રસ દાખવી રહ્યા છે. આથીગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ જાહેરાત કરી છે કે હવે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજિયાત બનશે. સરકારનું માનવુ છે કે 9 કેરેટ સોના પર હોલમાર્કિંગ હોવાથી લોકો છેતરપિંડીથી બચી શકશે.

કેટલી કિંમત ? 

એક અનુમાન મુજબ 9 કેરેટ સોનાની હાલની કિંમત લગભગ 37000 થી 38000  પ્રતિ 10 ગ્રામ હોઇ શકે છે.  જેની પર 3 ટકા જીએસટી લાગ્યા બાદ તેની કિંમત 38110 પ્રતિ 10 ગ્રામ  કે તેનાથી વધારે થઇ જાય છે. જે શુદ્ધતા વાળા સોના કરતા અટલે કે 24 કેરેટ કરતા અડધાથી પણ ઓછી થઇ જાય છે.   ત્યારે રક્ષાબંઘન, દિવાળી જેવા તહેવારોની સિઝનમાં 9 કેરેટની ગોલ્ડ જ્વેલરી લોકોમાં લોકપ્રિય બની શકે છે.

શું છે ફાયદો ?

9 કેરેટના સોનાના દાગીના પર હોલમાર્કિંગથી નિકાસને પ્રોત્સાહન મળશે. કારણ કે આંતરરાષ્ટ્રીય માનકોને અનુરૂપ હશે. વિદેશમાં પણ 9 કેરેટ ગોલ્ડની ડિમાન્ડ છે. વળી તેની પર હોલમાર્કિંગ થવાથી ગ્રાહકો સેફ રહેશે અને 9 કેરેટના આભૂષણોની લોકપ્રિયતા વધશે.

વળી 9 કેરેટના સોનાની કિંમત ઓછી હશે એટલે સસ્તી ગોલ્ડ જ્વેલરી ખરીદી કરવાનો ઓપ્શન મળશે.

હોલમાર્કિંગને કારણે 9 કેરેટ ગોલ્ડની 37.5 ટકા શુદ્ધા પાક્કી બનશે. નિયમ મુજબ હવે જ્વેલર્સ અને હોલમાર્કિંગ કેન્દ્રઓ તેનું પાલન કરવુ પડશે.

હોલમાર્કિંગ શા માટે જરૂરી છે?

હોલમાર્કિંગ એટલે સોનાની શુદ્ધતાની સાચી ઓળખ. જ્યારે તમે સોનાની ઝવેરી ખરીદો છો ત્યારે તેના પર એક નાનું નિશાન બનાવવામાં આવે છે, જે જણાવે છે કે તે ઝવેરાત કેટલા કેરેટનો છે અને તેની ગુણવત્તા શું છે.

હોલમાર્કિંગ ગ્રાહકને ખાતરી આપે છે કે તે જે સોનું ખરીદી રહ્યો છે તે સાચું છે અને તેની કિંમત પ્રમાણે તેમાં કોઈ છેતરપિંડી નથી.

આ ખરીદનારને માત્ર સુરક્ષા જ નહીં પણ પાછળથી સોનાનું વેચાણ અથવા વિનિમય કરવાનું પણ સરળ બનાવે છે.

  • Follow us on: