ભારતના ઑટોમોટિવ ઇતિહાસમાં Tata Sierraનું એક વિશિષ્ટ સ્થાન છે. 1991માં લોન્ચ થયેલી આ SUV, દેશની પ્રથમ કોમ્પેક્ટ SUV હતી અને 1990ના દાયકામાં એક સ્ટાઇલ આઇકોન બની ગઈ હતી. હવે લગભગ બે દાયકા પછી ટાટા મોટર્સે 'સિયેરા' નામનો એક નવા અવતારમાં બજારમાં પાછો લાવવાની જાહેરાત કરી છે. જોકે 1991થી 2003 સુધી બજારમાં મજબૂત હાજરી જાળવી રાખવા છતાં ઓરિજિનલ ટાટા સિયેરા માસ માર્કેટમાં સફળ થઈ શકી નહોતી અને આખરે તેને બંધ કરવાની ફરજ પડી હતી.


ત્રણ દરવાજાની ડિઝાઇન મોટી સમસ્યા

ઓરિજિનલ સિયેરા સામેનો સૌથી મોટો પડકાર તેની ત્રણ દરવાજાની લેઆઉટ ડિઝાઇન હતી. ભલે તે દેખાવમાં ટ્રેન્ડી હતી. પરંતુ તે ભારતીય પરિવારોના ઉપયોગ માટે વ્યવહારુ નહોતી. પાછળની સીટમાં બેસવું ખાસ કરીને વડીલો અને બાળકો માટે અસુવિધાજનક હતું અને સામાન રાખવા માટે પણ મુશ્કેલી પડતી હતી. આ વ્યવહારિકતાના અભાવે તેના ગ્રાહકોની સંખ્યા મર્યાદિત કરી દીધી જેણે લાંબા ગાળાની વેચાણ પર નકારાત્મક અસર કરી.

ઊંચી કિંમત અને વધતી સ્પર્ધા

સિયેરાની નિષ્ફળતાનું બીજું મુખ્ય કારણ તેની વધારે કિંમત હતી. 1990ના દાયકાના બજાર માટે, જ્યારે ભારતીય ગ્રાહકો કિંમત પ્રત્યે વધુ સંવેદનશીલ હતા, ત્યારે સિયેરાની કિંમત ઘણી વધારે હતી. બંધ થઈ તે પહેલાં તેની કિંમત લગભગ રૂ.25 લાખ હતી. વધુ કિંમત અને અવ્યવહારુ ડિઝાઇનને કારણે તેનું વેચાણ મર્યાદિત રહ્યું. સમય જતાં આરામ અને સારી કિંમત પ્રદાન કરતી નવી SUV બજારમાં આવવા લાગી, જેના કારણે સિયેરાનું એન્જિન પર્ફોર્મન્સ અને ફીચર્સ નવી ટેકનોલોજીથી પાછળ રહી ગયા.

ટાટાએ સિયેરાને કેમ બંધ કરી?

ટૂંકમાં, ત્રણ દરવાજાવાળી લેઆઉટના કારણે ગ્રાહકોની અસગવડતા અને તેની ઊંચી કિંમતને કારણે તે મોટાભાગના ખરીદદારોની પહોંચ બહાર રહી. ઓછી વેચાણના કારણે તે આર્થિક રીતે ટકી શકે તેમ નહોતી. પરિણામે 2003 સુધીમાં સિયેરા ભારતના ઝડપથી વિકસતા ઑટોમોટિવ બજારની દિશા સાથે તાલમેલ બેસાડી શકી નહીં અને ટાટા દ્વારા તેને બંધ કરવામાં આવી.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: