સરકારી ડિફેન્સ કંપની કોચીન શિપયાર્ડ લિમિટેડ 5,000 કરોડ રૂપિયાના નૌકાદળ જહાજ કરાર માટે સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે ઉભરી આવી છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 5 નેક્સ્ટ જનરેશન સર્વે જહાજો બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જેમાં શિપબિલ્ડિંગ અને મેઈનટેનન્સવાળી કંપનીને L1 જાહેર કરવામાં આવી છે.
કોચીન શિપયાર્ડે સ્પષ્ટતા કરી કે કોન્ટ્રાક્ટની અંતિમ ફાળવણી જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી જ થશે. તેણે એમ પણ જણાવ્યું હતું કે ઓર્ડરમાં કોઈ સંબંધિત પક્ષ વ્યવહારો સામેલ નથી અને કંપનીના પ્રમોટર જૂથને એવોર્ડ આપનાર એન્ટિટીમાં કોઈ રસ નથી.
કેવા રહ્યા ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો?
31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18.3 ટકા ઘટીને રૂપિયા 144.6 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂપિયા 177 કરોડ હતો. જોકે, આવક 17.7 ટકા વધીને રૂપિયા 1350.4 કરોડ થઈ છે. જોકે, EBITDA 21.5 ટકા ઘટીને રૂપિયા 186.6 કરોડ (₹186.6 કરોડ) થયો જે એક વર્ષ અગાઉ રૂપિયા 237.6 કરોડ (₹237.6 કરોડ) હતો. આના કારણે ઓપરેટિંગ માર્જિન 20.7 ટકાથી ઘટીને 13.8 ટકા થયો.
શું છે કોચીન શિપયાર્ડના શેરની સ્થિતિ?
સોમવારે BSE પર કોચીન શિપયાર્ડના શેર 0.39 ટકા ઘટીને રૂપિયા 1,468.20 પર બંધ થયા. છેલ્લા 6 મહિનામાં આ શેર 14.71% ઘટ્યો છે. જોકે, ગયા વર્ષે તેમાં 20.78%નો વધારો થયો છે. વધુમાં, તેણે છેલ્લા પાંચ વર્ષમાં 709%નું મલ્ટીબેગર વળતર આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 38.61 હજાર કરોડ છે.
આ પણ વાંચો : Business News : નાઈજીરિયાના માર્કેટમાં રિલાયન્સની 'મહા એન્ટ્રી', TGI ગ્રુપ સાથે કરી ભાગીદારી